________________
મને જવાનો બે દિવસનો વિલંબ થયો છે. તેથી શ્રી કીલાભાઈ અગાઉથી સાયલા જવાનું કરત. તેમણે પણ શુક્રવારે અત્રે રોકાવાનો તેવો પ્રસંગ છે. જેથી આપ પરમકૃપાળુદેવ પ્રભુ પાસે વારંવાર નમ્રતાપૂર્વક અતિ દીન ભાવે નમસ્કાર કરી પવિત્ર આજ્ઞાનુસાર વર્તવામાં થયેલા વિલંબની વારંવાર ક્ષમાપના ઇચ્છું છું અને હું દુષ્ટ અવિનયીને મારી અયોગ્યતાની લજ્જામણી વર્તનાને વારંવાર ધિક્કારું છું. પરમ પૂજવાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સત્પુરુષ શ્રી સોભાગ્યકારી શ્રી સૌભાગ્યચંદ્રજીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારા પુણ્યોદય અને ધન્યભાગ્ય સમજું છું. પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે. જેથી મારા લજ્જામણા મુખે આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
આજે પત્ર ૧ શ્રી પરમ પૂજ્ય શ્રી સોભાગભાઈ સાહેબ પ્રત્યે લખ્યો છે. જલદીથી ચરણ સેવામાં જવા યોગ્ય કારણ સમજું છું. છતાં થયેલા વિલંબ માટે વારંવાર ધિક્કારું છું. મારી મનોવૃત્તિ પૂજ્ય શ્રી સોભાગ્યચંદભાઈ સાહેબ પાસે છે. છતાં અત્રે રોકાયો છું. કોઈ પણ પ્રકારે મારાથી અવિનય, અશાતના, અભક્તિ કે અપરાધ, અસત્કાર કે કોઈપણ પ્રકારનો દોષ મારા મનથી, વચનથી કે કાયાથી થયો હોય તો વારંવાર ચરણ સમીપમાં પાદાંબુજથી નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર શુભ ચરણસેવામાં
પ્રાપ્ત થાય.
પત્ર નં. - ૪૪
જેઠ વદી ૮, (?) ભોમ ૧૯૫૩
જેઠ વદી ૮ ભોમ સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઈ સૌભાગ્યભાઈના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઈ વારંવા૨ આશ્ચર્યવંત થાઉં છું, ધન્ય છે એવા પવિત્રાત્માને ધારણ કરવાવાળા, જનક જનેતાને કે આવા ધર્માત્માને ઉત્પન્ન કરે છે. એવા ધર્માત્મા જે કુળને વિષે જન્મ પામ્યા છે તે કુળના સહકુટુંબમાં, ગામમાં ને સામાન્યપણે સગા સંબંધમાં જીવોને પણ પરમાર્થ પમાડે છે, અહોહો ! પવિત્રાત્માના કુટુંબ વર્ગના ભક્તિભાવ અને એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઈ સર્વને વર્તતો પરમાનંદ એવો મૃત્યુના વખતનો દેખાવ, સમીપવાસી તમામ જીવોની એકાગ્રચિત્તપણે ભક્તિ અને
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
Jain Education International
For Person Private Use Only
૨૧૬
www.jainelibrary.org