________________
આપ પધારો અને ઘાટ આવે તો સોદો કરજો. પણ મુંબાઈ હમણે ન જાવું હોય તો પધારજો. મરજી પ્રમાણે રોકાજો. દરશનની (દર્શનની) ઘણી આતુરતા છે.
લિ. સાયલેથી આ.સે. સોભાગના નમસ્કાર વાંચશો. પત્રાંક - ૨૪
સંવત ૧૯૫૨ના માગસર સુદી ૯, સોમવાર
પરમ પૂજ્ય તરણતારણ, બોધસ્વરૂપ, પરમાત્માદેવ, સાહેબજી શ્રી રાજ્યચંદ્રભાઈ વિ. રવજીભાઈ.
શ્રી મુંબાઈ બંદર.
શ્રી સાયલાથી લિ. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો.
આપના કૃપાપત્ર હું આવ્યા પછી નથી તે કૃપા કરી લખશોજી. આપનાં વચનામૃત વાંચવાથી ઘણો આનંદ થાય છે.
ગોસળિયા-લેરાભાઈ હમેશાં આવે છે. ધરમ (ધર્મ) વિષે વાત ચાલે છે. આપને નમસ્કાર લખાવ્યા છે. ત્ર્યંબકે રૂ. ૧૫૦/-ના આશરેનાં મોતી લીધાં છે અને બીજાં રૂ. ૨૦૦/-નાં લાવશે. વેચવા છે તે ઘાટ આવશે તો લેશે એને ટપાલ રસ્તે ચલાવશે. ઘી મણ ૧-ઘરનું લીધું છે અને બીજું આવતીકાલે લઈ એક પેટી મોકલીશું. દરજી મારી સાથે આવેલ છે. હવે હું એ ચીવટમાં છું જેમ તુરત બનશે તેમ કરીશ અને છોકરાઓને પણ આ બાબતની ઘણી કાળજી છે તે જોતાં ભગવત લાજ રાખશે. નહીં તો હું તો જીવતાં મૂવા જેવો છું એ નક્કી જાણવું. મારી વતી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો.
હું ચાલતી (નીકળતી) વખતે તેમનાથી મેં કોઈપણ વાતચીત કરી નથી. તે ફક્ત ભોંઠામણને લીધે પણ મને એ બાબત હજુ સુધી ચીવટ છે પણ આ ટાણે કાંઈ ઉપાય નથી. રાત દિવસ આ ચિંતા મનમાં રહ્યા કરે છે.
લિ. સેવક સોભાગ
પત્રાંક - ૨૫
સંવત ૧૯૫૨, માગસર વદ ૧૨, સાયલા
ભાઈ શ્રી ૫. ભાઈ રાયચંદભાઈ રવજીભાઈ, વવાણિયા બંદર.
Jain Education International
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
榮
For Personal & Private Use Only
૧૬૧
www.jainelibrary.org