________________
કે બાળ જીવ પાસે આવી વાણી બોલી ભ્રાન્તિમાં ન પાડો પણ તેનો જીવ રે (રહે) નહીં તો ઉર્દૂ (ઉદય) ભાવ કદી તેના વિચારથી ઉલટું કંઈ કાંઈ આપ લખો તો તે માને તેવો ભરૂશો નથી. ત્યાં સુધી કેવળજ્ઞાનનો પોતે નિશ્ચે (નિશ્ચય) કર્યો એવું તેના મનને છે. બાકી ઊંચી વાત ખોટી નથી. કેવળનું તો હોય તે ખરું પણ આજના કાળના પામર જીવ છે. તે મારગ અનુસારી પણ થયા નથી. તો શુદ્ધ વ્યવહા૨ પામે તો મારગ અનુસારી (માર્ગાનુસારી) થાય અને ધીમે ધીમે ઊંચો આવે. પાધરું આત્મસ્વરૂપનિશ્ચે છે તે કુણ (કોણ) જાણી શકે એમ છે. બાકી કોઈ પ્રકારે તે ગોસળિયાથી દ્વેષ નથી. તેમ તેવા નિશ્ચેના વચનને હાની કરતા (કર્તા) નથી પણ જે દરજ્જાનું માણસ હોય તે દરજ્જાની વાત થાતી હોય તો કોઈ માણસનું મન ડોલાય (ડહોળાય) નહીં. નિશ્ચેની વાત કરીને શુદ્ધ વ્યવહારની વાત બતાવવી જોઈએ. પણ તેમને વાણી ખરવાનો (બોલવાનો) ઉદે (ઉદય) હશે. તો શું કરવું એ જ સેજ જણાવવા લખું છું (લખ્યું છે). કામસેવા ફરમાવશો.
ભાઈશ્રી રેવાશંકરભાઈ તથા માંકુભાઈને ઘટારત સંભળાવશો. કેવળી અરીવઈ (ઇરિયાવહી) કીરીઆ (ક્રિયા) કરે કે નહીં. ગોસળિયા તથા લેરાભાઈ (લહેરાભાઈ) તથા મગન તથા લાલચંદ તથા ત્રંબકલાલ તથા દેવચંદ તથા મણિ વગેરે સરવેની (સર્વેની) વતી નમસ્કાર વાંચશોજી અને ભાઈ રેવાશંકર ભાઈ તથા માંકુભાઈને પરણામ પોચે (પ્રણામ પહોંચે).
લિ. આ. સેવક સોભાગના દંડવત્ નમસ્કાર વાંચશોજી.
વ. પત્રાંક - ૬૯૧
મુંબઈ, બીજા જેઠ વદ ૬, ગુરુ, ૧૯૫૨
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય નહીં, એમ જિનાગમમાં કહ્યું છે, અને વેદાંતાદિ એમ કહે છે કે (આ કાળમાં આ ક્ષેત્રથી) નિર્વાણની પ્રાપ્તિ થાય, તે માટે શ્રી ડુંગ૨ને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો. તમને અને લહેરાભાઈને પણ આ વિષે જો કંઈ લખવા ઇચ્છા થાય તો લખશો.
વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની પણ જિનાગમમાં તથા તેના આશ્રયને ઇચ્છતા એવા આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ક્ષાયક સમક્તિ અને
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૧૭૨
Jain Education International
For PersonSerivate Use Only
www.jainelibrary.org