________________
જડ છે”, “આત્મા કૃત્રિમ છે', એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસ૮ર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવ પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે; એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્યપ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે.
પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહાર-પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય “ચૈતન્યઘન જીવ' તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે, કે જે પુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વકતવ્ય” અને “અવકતવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. અવકતવ્યપણે જે છે તે અહીં “અવકતવ્ય જ છે. વકતવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે. (જુઓ વ. પત્રાંક ૪૩૮).
વ. પત્રાંક-૪૩૮
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
૧૧૮
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org