________________
અનુકંપા યોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમ કે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષે પણ ક્યાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગણ્યો છે; તે અમારા અંગેના વિચારનો છે. અને તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી, પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે સેવાચાકરી થતા હોય તો તેને સત્પરુષે પણ ઉપશમાવવાં જોઈએ.” આ અમર શબ્દોમાં શ્રીમદે પરમાર્થસુહૃદ સૌભાગ્ય પ્રત્યેની પોતાની પૂરેપૂરી સાનુકંપ સહાનુભૂતિ દર્શાવી દીધી છે, અને કોઈપણ મુમુક્ષુ સત્પાત્રઅનુકંપાયોગ્યની- તેને જણાવ્યા સિવાય'- ડાબો હાથ આપે ને જમણો ન જાણે એવી ગુપ્ત રીતે યથાશક્ય સેવાચાકરી કરવાની પોતાની અંતરધારણા-ઉદાત્ત ભાવના અત્ર વ્યક્ત કરી છે. આવા પરમ પરમાર્થહિતસ્વી અમૃત વચનો પ્રકાશી નિષ્કારણ કરુણાસાગર પરમકૃપાળુ શ્રીમદે, સાંકડી સ્થિતિમાં વર્તતા પોતાના પરમાર્થસુદ સૌભાગ્યનું પતન ન થવા દેતાં, પરમાર્થમાં અનન્ય અદૂભુત સ્થિરીકરણ કર્યું હતું. ખરેખર ! સૌભાગ્ય જેવા પરમાર્થશિષ્યને શ્રીમદ્ જેવા પરમાર્થગુરુએ આવું “પરમાર્થમાં સ્થિરીકરણ કર્યું, તે જગતમાં સર્વ કોઈએ ધડો લેવા લાયક અદ્ભુત દાખલો છે. જગતમાં એવા ઘણાય હોય છે કે જેની પાસે કાંઈ લબ્ધિસિદ્ધિ હોતી નથી છતાં હોવાનો દંભ રાખી–ડોળ કરી શિષ્યને લાલચ-સકામ બનાવે છે અને આમ લોભી ગુરુને લાલચુ ચેલા, દોનું નરકમે ઠેલંઠેલા” એવા દાખલા ઠેર ઠેર જોવા મળે છે; પણ જેને ખરેખર અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટી હતી એવા શ્રીમદ્ જેવા પરમ નિષ્કામ પરમ પરમાર્થગુરુએ કિંચિત્ ક્વચિત્ સકામ શિષ્યની કામનાને પણ નિષ્કામ-નકામી બનાવી દીધી, એવો દાખલો તો જવલ્લે જ જોવા મળે છે. અને એ જ વસ્તુ પુણ્યશ્લોક શ્રીમનો પરમ ઉદાત્ત અદ્ભુત મહિમાતિશય પ્રકાશે છે.”
આમ સ્થિતિ હોવાથી સૌભાગ્યનું પરમાર્થ પતન ન થાય અને પરમાર્થમાં સ્થિરીકરણ થાય એ અર્થે પરમ પરમાર્થહિતસ્વી શ્રીમદ્, ગમે તેટલી વિપત્તિઓ પડે તો પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફલની ઇચ્છા કરવી નહીં એમ સ્પષ્ટ ઉપદેશતાં (અં.૩૭૪) પરમાર્થબોધ આપે છે-“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી.' એમ લખી સૌભાગ્યે જણાવેલી ઇચ્છા અંગે લખે છે-“યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતાને લઈ ઇચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ આર્થિક અસ્થિરતા મધે આધ્યાત્મિક સ્થિરતા-સોભાગભાઈને સાચવી લેતા શ્રીમદ્જી પ૬
Jain Education International
For Persora
Private Use Only
www.jainelibrary.org