________________
અલૌકિક કહી શકાય એવી સ્થિતિ છે. દરેક મુમુક્ષુ આવી સ્થિતિ પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય છે, પણ કેટલા એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકવા સમર્થ થતા હશે ! પરમકૃપાળુદેવ જેવા ગુરુ જેને માથે હોય અને જે પુરુષાર્થ કરી શકવાને પાત્ર હોય તેઓ જ પરમાર્થ માર્ગની આવી સ્થિતિ પ્રાપ્ત કરવા મહાભાગ્યશાળી બને છે. આત્માનો અનુભવ થયા પછી જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. માટે જ પરમકૃપાળુદેવ કહે છે કે, “જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.”
નાદુરસ્ત તબિયત હોવા છતાં સોભાગભાઈનો આત્મા બોલતો હોય એવા ઉપર જણાવેલા પ્રથમ બે પત્રો પ્રાપ્ત થતાં પરમકૃપાળુદેવ પત્ર રત્નત્રયીનો અંતિમ પત્ર (પત્રાંક-૭૮૧) લખી મોકલે છે. પોતાના પરમાર્થ સની સંભાળ લેવા આ પત્ર સાયલા પહોંચ્યો ત્યારે પરમમુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ ત્યાં હાજર હતા. તેમની વિદ્યમાનતામાં પરમપુરુષ-દશા-વર્ણન કરતું શ્રી બનારસીદાસજીનું નાટક સમયસારના કવિત સાથેનું આ પત્ર સોભાગ્યભાઈ એકાગ્રતાપૂર્વક પ્રયોગશીલ રીતે શ્રવણ કરે છે.
કીચસી કનક જાકે, નીચ સૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસિ હૌસ, ૫ગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસી ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠસૌ બખત માર્ન,
ઐસી જાકી રીતિ તાહી, બંદી બનારસી.” “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ સમાન જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.”
શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org