________________
વર્તાતો આનંદ દર્શાવી પરમકૃપાળુદેવના સત્સમાગમ અંગેની ઝંખના વ્યક્ત કરેલ છે.
- શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવ પરના સંવત ૧૯૫૩ના પોષ વદ દશમ (પત્રાંક-૩૯) ગુરુવારના પત્રમાં પુનઃ જણાવે છે કે, “તો હવે જરૂર સોમવારે ત્યાંથી વિદાય થઈ આંહી પધારશો. જેમ બપૈયો પિયુ પિયુ કરે છે તેમ અમે સર્વે તલખીએ છીએ.. તો અંતરાય હજુ તૂટી નહીં. નીકર (નહિ તો) આમ શા સારું બને ?
“અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિન્ધ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.” હવે જેમ જલદી પધારવું થશે તેમ આશા રાખી રટણ કરું છું. ઈડર જવા ખાતે વિચાર મંગાવ્યો. તો ત્યાં ગયા વિના છૂટકો નથી. એમ જાણું છું કે હવે ઝાઝી મુદત સુધી દેખવું રહેશે નહીં. અંધાપા સમાન દુઃખ નથી. પણ પૂર્વના ઉદય ભોગવવા એમ જાણી ખેદ કરતો નથી. અને ઈડર જવા વિચાર છે... આત્મસિદ્ધિ ગ્રંથ વાંચું છું. દુહા-૧૩૪ મુખપાઠ થયા છે. અને વિચારતાં ઘણો આનંદ આવે છે. વળી પાંચ મહિના થયા તાવ આવે છે. તે જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે મોકલાવ્યો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે. તેથી જીવું છું. પણ હવે આપ કૃપા કરી ટીકા-અર્થ મોકલાવો. તે જો હવે તરતમાં આવે તો વાંચી આનંદ લેવાય. નહિતર પછી આંખે સૂઝે નહિ ત્યારે વાંચી શકાય નહિ અને જ્યારે પોતાથી વંચાય નહિ ત્યારે બીજાના વાંચવાથી તેવો આનંદ આવે નહિ માટે કૃપા કરી મોકલાવશો. ઘણું શું લખું? આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસો એટલામાં થાય છે તેમ છતાં જાણવા માટે કોઈ પ્રશ્ન પૂછવા ઊપજે તે રૂબરૂ વિના ખુલાસો થાય નહિ. તેથી પ્રશ્ન પૂછવા બંધ રહ્યા છે અને સમાગમમાં રહેવા ઇચ્છા વધારે છે પણ તે અંતરાયને લીધે બનતું નથી. એ જ વિનંતી, કૃપા રાખશો. કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ ક્યો? તેને જવાબ દેવો કે, અમારો મારગ આત્મસિદ્ધિ માર્ગ એ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો.”
પરમકૃપાળુદેવનો અતિશય વિરહ વેદતા શ્રી સૌભાગ્યભાઈને સત્સમાગમની તાલાવેલી ચાતક પક્ષી જેવી છે અને માટે પોતાના પત્રમાં લખે છે “જેમ બપૈયો પિયુ પિયુ કરે તેમ અમે તલસાટ અનુભવીએ છીએ.” પોતાની તબિયત નાજુક હોવા છતાં - તાવ આવતો હોવા છતાં - આંખે ઝાંખપ વર્તાતી હોવા છતાં પરમકૃપાળુદેવ ઈડર
જવા માટે પુછાવે છે ત્યારે શ્રી સૌભાગ્યભાઈ આનાકાની વગર ઈડર જવા તત્પરતા - શ્રી સોભાગભાઈનું સમાધિમરણ
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org