________________
જેમ બીજા ઔષધો સાથે મળી જવાથી દિવ્ય ઔષધ ઓળખાતુ નથી તેમ આ યુગમાં અન્ય ધમો થી સત્ય ધર્મ ઢંકાયેલો રહે છે. પણ જેમ દર્ભમાં આચ્છાદિત ઔષધિ બધા દર્ભને લેતા મળી જ રહે છે તેમ બધા ધમોના પરિચયથી સત્ય ધર્મ મળી આવે ખરો."
આમ બધા ધમો માં સારા તત્વો છે તેમ વર્ણવીને તેમાંથી સત્ય ધર્મને ઓળખી લેવો. આના પર નાનકી વાતાં આ પ્રમાણે છેઃ એક વેપારી હતો. શંખ નામના આ વેપારીની પત્નીનું નામ યશોમતી હતુ. આ વેપારીએ યશોમતીનો ત્યાગ કરીને પોતાનુ બધુ ધન એક ગણિકાને સુપ્રત કર્યુ હતું. યશોમતી પોતાના પતિને પાછો લાવવા માંગતી હતી. તેણીએ પતિ પ્રેમ મેળવવા પ્રયત્નો કર્યાં. આવા પ્રયત્નો કરતાં કરતાં તે યોગીને અને બાવાઓને મળવા લાગી. અને તેમની પાસેથી જડીબુટ્ટીઓની યાચના કરવા લાગી. એક ગૌડ તેને મળી ગયો અને તેણે યશોમતીને દવા આપીને કહ્યુ કે આ દવા ખવરાવવાથી તારી પતિ તારા વશમાં રહેશે. યશોમતીએ શંખને આ દવા ભોજનમાં મેળવીને ખવરાવી દીધી. ભોજન ખાતા વેત જ શંખ તો બળદ બની ગયો. આ જોઇને ગામનાં લોકો યશોમતીને ધિક્કારવા લાગ્યા. યશોમતીને પણ ખૂબજ પસ્તાવો થયો. પતિને મેળવવા જતા સાવ ખોવા જેવું થયું. બળદ રુપે પતિને તે શું કરે ! તે પોતાના બળદને રોજ જંગલમાં ચરાવવા લઈ જતી હતી પરંતુ પોતાના કૃત્ય પર પસ્તાવો થવાથી રડતી હતી. એકવાર શિવ પાર્વતી ત્યાંથી આકાશ માર્ગે પસાર થતા હતાં. સ્ત્રીને રડતી જોઇને પાર્વતીને દયા આવી. શંકરે ભગવાને કારણ પૂછ્યુ એટલે ખ્યાલ આવી ગયો. પાર્વતીના કહેવાથી શંકર ભગવાને આ દુઃખ નિવારણ માટેની ઔષધિ બતાવી. અમૂક જગ્યાએ અમૂક ઝાડ પાસે આ ઔષધિ ઉગી છે તે ખવાવવામાં આવશે તો તારી પતિ પાછો બળદમાંથી માણસ થઈ
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org