________________
""
"ધન્ય છે આ પ્રાસાદ બનાવનારનાં માતા પિતાને." સિદ્ધરાજની આ પ્રશંશા યુક્ત વાણીથી પ્રોત્સાહિત થઇ, સેવામા તત્પર હાજર એવા સજજન મંત્રીએ આ તકનો લાભ લઇને ઘટસ્ફોટ કયો' કે ' ભગવાન શ્રી નેમિનાથનો પ્રાસાદ આપના દ્વારા નિમિત છે" રાજાને પણ જે વાતની ખબર નહોતી તેનો ખુલાસો કરતા સજજન મંત્રીએ આગળ કહ્યુ કે નવ વર્ષ પહેલાં તમે મને ગિરનાર પ્રાંતનો અધિકારી બનાવ્યો હતો. નવ વર્ષ દરમ્યાન જે આવક થઇ તે આ દેરાસરના જીણોદ્વાર માટે ખર્ચવામાં આવી છે. આ આવક સત્તાવીશ લાખ - દુમ હતી મને આશા હતી જ કે આપ મારા આ પગલાને અનુમોદન આપશો અન્યથા તે રકમ હું મારી પોતાની અંગત મિલ્કતમાંથી રાજયને ભરી દેવા તૈયાર છું. ૨ાજાએ હર્ષ પૂર્વક સજજન મંત્રીના આ કાર્યની અનુમોદના કરી. ત્યાંથી તેઓ કોટિનગર (કોર્પીના) ગયા. હેમચંદ્રાચાર્ય' અહીં દેવીનું ધ્યાન થયું અને રાજાને સંતાન સુખ છે કે નહીં તે પૂછી જોયુ દેવીએ કહ્યુ કે રાજાના ભાગ્યમાં સંતાન સુખ નથી અને તેના મૃત્યુ બાદ તેનો ભત્રીજો કુમારપાળ ગાદીએ આવશે. સિદ્ધરાજને આ વાતની ખબર પડી. દૈવયોગે તેને કુબુદ્ધિ સૂઝી અને કુમારપાળ પ્રત્યેનો તેનો દ્વેષ ભભૂકી ઊઠ્યો. યેન કેન પ્રકારેણ કુમારપાળને માર્શ નખાવવાનાં પ્રયત્નો તે કરવા લાગ્યો. કુમારપાળ પણ આ વાતથી અજાણ નહોતો. તે હંમેશા છૂપા વેશમાં રહેવા લાગ્યો મુખ્યતયા તે સાધુ કે તાપસના વેશમાં જ રહેતો. એકવાર ૨ાજાએ બધા તાપસીને જમવા નિમંત્ર્યા. કુમારપાળ પણ આવ્યો.. રાજાના અનુચરોએ કુમારપાળના પગ પણ ધોયા, પરંતુ તેના પગની સંજ્ઞાઓ પરથી તેને ઓળખી ગયાં. અનુચરોએ રાજાને વાત કરી. રાજા કુમારપાળને પકડે તે પહેલાંજ કુમારપાળ ભાગી છૂટયો. તે દોડતો દોડતો હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયમાં આવ્યો ત્યાં ગુરુને જોઇને કહ્યુ કે મારો જીવ જોખમમાં છે, મને બચાવો. ગુરુએ દયા ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
29
www.jainelibrary.org