Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 154
________________ સિદ્ધાંતરુપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલાં બીજા અક્ષરો અને પદોનુ ધ્યાન પણ કરી શકાય છે. વીતરાગો ભવૈયોગી યત્કિંચિદપિ ચિંતયન્ । તદેવ ધ્યાનમાગ્નાતમોઙન્ચે ગ્રંથવિસ્તા 11 -જે કંઇ યોગ્ય હોય તેનું ધ્યાન ધરવાથી યોગી વીતરાગ બને છે, તે જ સાચુ ધ્યાન છે, બીજું બધુ તો ગ્રંથ વિસ્તાર ( પોથીમાંનાં રીંગણા ! ) છે. નવમો પ્રકાશ રુપસ્થ ધ્યાનઃ- અરિહંત પદ્માત્માના રુપનું ધ્યાન તે રુપસ્થ ધ્યાન. આ ધ્યાન પ્રભુની સુંદર કલ્પના કરીને થાય અથવા તો પ્રતિમા સન્મુખ બેસીને પણ થાય. પ્રભુની કલ્પના હેમચંદ્રાચાર્ય કરે છે ત્યારે તેમને સમવસરણમાં બેઠેલા કલ્પે છે. સમગ્ર કર્મોનો જેમણે નાશ કર્યો છે, ઉપદેશ સમયે જેમનુ મુખ કમળ ચારે દિશામાં દેખાય છે, અભય મંત્રનો આદેશ આપનારા, મસ્તકે ત્રણ છત્રવાળા, સૂર્ય મંડળી પણ પ્રકાશિત એવા, દેદીપ્યમાન ભામંડળ વાળા, દુભિના નાદ, ગીત ગાન યુક્ત, અશોક વૃક્ષની શોભા યુક્ત તીર્થંકર પ્રભુ સિંહાસન પર બિરાજમાન છે. બન્ને તરફ ચામર ઢોળવામાં આવી રહ્યા છે. નમસ્કાર કરતાં દેવોના મુગટના રત્નોથી પ્રભુના પગના નખો ચમકી રહ્યા છે. દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી સમવસરણ ભૂમિ પવિત્ર થયેલી છે. સિંહ, વાઘ, હાથી, સસલા એક સાથે મૈત્રીભાવ કેળવી પ્રભુની વાણીનું શ્રવણ કરી રહ્યા છે. આ રીત સર્વ પ્રકારનાં અતિશયોથી શોભતા, કેવળજ્ઞાની ૫૨માત્માનુ ધ્યાન કરવુ. આ રીતે પ્રભુને ચિતવવા યા તો પ્રતિમા સન્મુખ બેસીને, ખુલ્લી આંખે, એક દષ્ટિએ પ્રભુના સ્વરૂપમાં મગ્ન બનીને ધ્યાન કરવું. શરીરનુ અને આજુબાજુના વાતાવરણનું ભાન ભૂલીને ધ્યાન ક૨ના૨ અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે. રુપસ્થ ધ્યાનના અભ્યાસથી સાધક તન્મય બનીને પોતાના જ સર્વજ્ઞ રુપને જૂએ છે.. તન્મય બનવા માટે તે આ હું જ છુ તે નિશ્ચિત છે તેમ માનીને ( યાયમહમેવાસ્મિ સ ધ્રુવ ) તન્મયપણુ પ્રાપ્ત કરે છે. Jain Education International For Private & Personal Use Only 152 www.jainelibrary.org


Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180