Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 155
________________ રાગ ૨હિતના આલંબનથી રાગ રહિતનું ફળ પ્રાપ્ત થાય છે. રાગ યુક્ત ( રાગ, દ્વેષ, અને માયા યુક્ત ) આલંબનથી રાગ યુક્ત ફળ પ્રાપ્ત થાય છે. જે જે ભાવે કરીને , જે જે ઠેકાણે આત્માને યોજવામાં આવે તે તે તન્મયતાને સાધક પામે છે. જેમ સ્ફટિકમણિ પાસે જેવા રંગની વસ્તુ હોય તેવા રંગને જ સ્ફટિકમણિ દષ્ટિગોચર થાય છે. તેથી ઈચ્છા વિના , માત્ર કુતુહલતા ખાતર ધ્યાન સાધના ન કરવી . અસત્ ધ્યાનથી વિનાશ થાય છે. ધ્યાનથી સ્વાર્થ નાશ જરુર થાય છે પરંતુ સ્વાર્થ સિદ્ધિ માટે ધ્યાન કરવાનું નથી. દશમો પ્રકાશ પાતીત ધ્યાન રુપાતીત ધ્યાન એટલે अभूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्यादुपवर्जितम् ॥ १ ॥ મૂર્તિ વગરનુ આકૃતિ વગરનું ) ચિદાનંદ ૫, નિરજન ( કર્મના ઉગે ન રંગાયેલ હોય તેવું સ્વરુપ ) તેવા સિદ્ધ ભગવતનું ધ્યાન રુપવર્જિત અથવા પાતીત ધ્યાન કહેવાય છે. આ રીતે પાતીત ધ્યાન, પસ્થ ધ્યાન પછીનું પગથીયું છે,સમાધિ અવસ્થાની તે લગોલગ આવી જાય છે. પસ્થ ધ્યાનમાં આલંબન છે તે છપાતીત ધ્યાનમાં આલંબન નથી. યોગી સાઇ-ગ્રાહક ભાવ તજી દે છે એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન એ બન્નેનું અસ્તિત્વ ન હોય ત્યારે ધ્યેય સાથે એકરુપતા થાય છે. યોગીના મનનુ પરમાત્મા સાથે એકાકા૨પણ થાય છે આ એકાકારપણાને સમરસી ભાવ કહે છે. આ ભાવ એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ. પરમાત્મામાં લીન થવાનો આ ભાવ છે. આ પ્રકારના નિરાલંબન ધ્યાનમાં પ્રવેશતા પહેલા સાલંબન ધ્યાનનો આશ્રય લેવો જોઈએ. સીધા જ નિરાવલંબન ધ્યાન પર આવી શકાય નહીં. પાતીત ધ્યાનના અમૂક રીતે ચાર પ્રકાર દશાવ્યાં છે. આજ્ઞા ધ્યાન- તીર્થકર ભગવતની આજ્ઞા માથે ચઢાવી તેનું જ સદાયે સ્મરણ કરવું 153 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180