________________
કાવ્યાનશાસન
કાવ્યાનુશાસન એ હેમચંદ્રાચાર્યની અન્ય મહાન કૃતિ છે. કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ માટે આ ટેન્ટ બુક અધ્યયન ગ્રંથ છે. આચાર્યશ્રી લખે છે કેઃ
शब्दानुशासनेङस्माभिः साधव्योवाचो विवेचिता । तासामिदानी, काव्यत्वं प यथावदनुशिष्यते
=શબ્દાનુશાસનમાં અમે સુયોગ્ય વાચાને સાધેલી છે તે જ રીતે તેજ વાચાને કાવ્યત્વ માટે ઉપદેશવામાં આવેલી છે. કાવ્યાનુશાસન લખવામાં આચાર્યશ્રી કાવ્યશાસ્ત્રને લગતા અન્ય ગ્રંથોનો આધાર લીધો છે, તેમાં આનંદવર્ધન, મમ્મટ, અને રાજશેખર મુખ્ય છે. આમાં નાટ્ય શાસ્ત્ર વિષે પણ ટૂ.કામાં થોડુ કહેવામાં આવેલુ છે તેમાં તેમણે ધનજય તથા ભરતનો આધાર લીધો છે.
૮,
કાવ્યાનુશાસન સાથે સાથે અલંકાર ચુડામણિ નામનાં ગ્રંથમાં તેમણે કાવ્યાનુશાસનનાં સૂત્રોની લઘુવૃત્તિ રજૂ કરી છે. વળી તે લઘુવૃત્તિને સમજાવવા. "વિવેક"ની રચના કરી છે.
કાવ્યશાસ્ત્ર ભારતીય તત્વજ્ઞાન, સાહિત્ય અને કળાનાં મૂળમાં છે. તત્વજ્ઞાનથી માંડીને નાટકનાં ગ્રંથો કાવ્યમાં લખાયાં છે. ભારતીય લેખકોને કાવ્યશાસ્ત્ર તથા છંદશાસ્ત્રનો પણ અભ્યાસ કરવો પડતો હતો.
કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાંआकृतिमस्वादुपदः परमार्थाभिधानीयम् ।
सर्व भाषा ं परिणतां जैनी वाचमुपास्महे ॥
If
પ્રથમ દેવતાને પ્રણિધાન કરીને ગ્રંથનો પ્રારંભ થાય છે. બીજો શ્લોક તે પછી તરત જ કાવ્યાનુશાસનની રચનાનો ઉદ્દેશ બતાવે છે. જેમાં કહે છે-શબ્દાનુશાસન પછી સ્વભાવિક રીતે જ કાવ્યાનુશાસનનો ક્રમ આવે છે. શબ્દાનુશાસનની વાણીને હવે
Jain Education International
For Private & Personal Use Only
101
www.jainelibrary.org