Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 141
________________ બાર વ્રતોની સમજણ બાદ બારેય વ્રતના અતિચાર આવે છે. ક્યાંક ભૂલ થાય, ગફલત થાય, વિરુદ્ધ કામ થાય, આછું વધતું થાય તેને અતિચાર કહેવાય. શ્રાવકે અતિચાર સમજીને તે વિષે સાવધાની કેળવવી. ત્રીજા પ્રકાશના ઉત્તરાર્ધમાં શ્રાવક એટલે શું ? શ્રાવકનું કર્તવ્ય શું ? તેની દિનચયાં ક્યા પ્રકારની હોઈ શકે તે વિષે શ્લોકો આપેલાં છે. બાર વ્રતના પાલનમાં રત, સાત ક્ષેત્ર ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા. દેરાસર અને જ્ઞાન માં ધન ખર્ચનાર અને દીન જીવોને મદદ કરનાર મહા શ્રાવક કહેવાય. શ્રાવકે રાત્રીની છેલ્લી બે ઘડી બાકી હોય ત્યારે જાગૃત થઈ. નવકાર મંત્રની સ્તુતિ કરી. પોતાનો ધર્મ શું છે, થ્ય કૂળ છે ? પોતાના વ્રતો અને નિયમો કયા કયા છે તે સઘળ વિચારી, પ્રભુને નમસ્કાર કરી, પચ્ચખાણ કરી, દેવાલય જવું ત્યાં ભગવાનની સેવા પૂજા કરવી. શ્રાવકે ગુમ્ન પણ યથા યોગ્ય સન્માન કરવું. વિધિવત્ નમસ્કાર કરવાં. સાંજ પડયે પોતાના સાંસારિક કાર્યોથી નિવૃત થઈ. પૂજન, અર્ચન, પ્રતિક્રમણ કરવાં. શ્રાવકે આ પ્રમાણે ભાવના સેવવી. જૈન ધર્મથી વિમુખ થઈ રહિત થઈ ) હું ચક્રવતિ થાઉ કે ન થાઉં, પણ ન ધર્મ વાસી થઈ દાસ કે દરિદ્ થાઉ તે પણ મને માન્ય છે. શ્રાવકને કાયોત્સર્ગ ભાવના પણ હોય છે. महानिशायां प्रकृते कायोत्सर्गे पुराबहिः । स्तंभवत्स्कंधकर्षणं वृषाः कुर्युः कदा मयि ॥१४३॥ મધ્ય રાત્રીએ, ગામની બહાર, કાયોત્સર્ગ મુદ્દામાં ઊભેલા મને બળદો થાંભલો માનીને તેમની પીઠ ક્યારે ઘસશે ? કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. શરીરના ભાવોનો અને મનના ભાવોનો ત્યાગ. આત્માનું શરીરથી અળગાપણુ આવી દશામાં સ્થિત માનવી થાંભલા સમાન જ હોય, આ દશાની થોડી વાર પણ પ્રાપ્તિ થવી તે અભિલાષા શ્રાવક સેવે તે અત્યતમ ગણાય. અંત સમયે સાચો શ્રાવક સંખના જ ઈચ્છે. અંતિમ અવસ્થાએ કષાયોનો ત્યાગ કરી, સમતાભાવમાં રહી, અનશન દ્વારા શરીર ત્યાગ કરે. જીવનમાં આ પ્રકારે જ્ઞાન. દર્શન, ચારિત્રનું આચરણ કરનાર મોક્ષ પામી શકે છે. 139 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180