________________
એક સરખો ભાવ સુખ અને દુઃખમાં પણ એક સરખો ભાવ. જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યેના વેરભાવને ત્યાગ કરીને સર્વ પ્રત્યે સ્નેહભાવ કેળવનાર સાધુ કહેવાય છે. સમભાવના પ્રતાપે જ સ્નેહભાવને દીપક પ્રગટાવી શકાય છે. અહીં આચાર્ય શ્રી કહે છે કે નિર્મમત્વથી સમભાવ ઉત્પન્ન થાય છે. આ માટે બાર ભાવનાઓનો આશ્રય લેવો જોઈએ. બાર ભાવનાઓ આ પ્રમાણે ૧ અનિત્ય
ભાવના-સંસારમાં કશુ કાયમી કે નિત્ય નથી તે ભાવના. ૨ અશરણ ભાવના-આ સંસારમાં કયાંયે સાથુ શરણ નથી તે ભાવના ૩ સંસાર ભાવના-આ પંખીનો મેળો છે, આપણે ભવ
બમણમાં ફરી રહ્યા છીએ તે ભાવના. ૪ એકત્વ ભાવના-આપણે એકલાં જ જન્મીએ છીએ
અને એકલાં જ મરીએ છીએ તે વિષયક
વિચારો. ૫ અન્યત્વ ભાવના-ધન સગાં-વહાલાં આપણાથી અલગ
છે તે ભાવના ૬ અશુચિ ભાવના-શરીર પોતે અશુદ્ધ છે તે
ભાવના..મમત્વના ત્યાગમાં મદદશ્ય થઈ પડે છે. ૭ આસ્રવ ભાવના-અશુભ પ્રવૃતિઓ આત્માને દુષિત
કરે છે તેનાથી બચવું જોઈએ તે પ્રકારની
ભાવના. ૮ સંવ૨ ભાવના-અશુભ વૃત્તિઓને દૂર કરીને શુભ
વૃતિઓમાં મન લગાવવું.પાપ કર્મથી દૂર રહેવું. & નિજા ભાવના-તપશ્ચયાં વગેરેથી કર્મમાંથી મુક્તિ
મળે છે તે પ્રકારે કર્મ બંધન તોડવાની ભાવના . ૧૦ લોકસ્વ૫ ભાવના-આ લોક, લોકનું સ્વ૫ તથા
સર્વ પ્રકારના જીવ અજીવનું જ્ઞાન અને તેમાંથી
સર્વ પ્રત્યે સ્નેહભાવ. ૧૧ બોધિ દુર્લભ ભાવના-સદ ધર્મ મળવો મુકેલ છે.
મળે તો તેમાં શ્રદ્ધા પ્રગટ થવી મુશ્કેલ છે. શ્રદ્ધા પૂર્વક ધમાંચરણ કરવું જ જોઈએ તે ભાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainel 142.org