________________
હે વીતરાગ, આપનુ મન રાગ વગરનું છે એમજ નથી પરંતુ આપના શરીરમાં રહેલું રકત પણ દુધની ધારા જેવુ શ્વેત છે. ૫ -તથા જગતથી વિલક્ષણ બીજી અદ્ભુત વાત અમે કઇ રીતે વર્ણવીએ, આપનું માંસ પણ દુર્ગચ્છાથી રહિત,શુભ છે.
હે પ્રભુ ભમરાઓ જળ સ્થળના ફૂલોની માળા છોડી આપના શ્વાસની સુગંધ લેવા આપની પાસે આવે છે. ૭
હે પ્રભુ, તમારી ભવસ્થિતિ લોકોત્તર ચમત્કા૨ વાળી છે. ચર્મ ચક્ષુ વાળા માનવીઓ આપના આહાર વિહાર જોઇ શકતાં નથી. ૮
આ આઠેય શ્લોકો તીર્થંકર ભગવંતોની લબ્ધિા ભતાવે છે. ભગવાનના ચાર અતિશયો ઉપરોકત શ્લોકોમાં બતાવીને યથાર્થ પણે સ્તુતિ કરી છે. બીજા પ્રકાશમાં જેમ તેમના ચા૨ અતિશયો વર્ણવ્યા છે તેમ ત્રીજા પ્રકાશમાં કર્મના ક્ષયને લઇને ઉદભવતા અગિયાર અતિશયો વર્ણવ્યા છે અને ચોથા પ્રકાશમાં દેવ કૃત ગણીશ અતિશયો વર્ણવેલાં છે. આ ફૂલ ૩૪ અતિશયો નીચે પ્રમાણે છેઃ પ્રકાશ ઃ- સહજ અતિશયો ( ૪ )
૧ શરીર અતિશયઃ- નિર્મલ, સુગંધી, નીરોગી, અદ્ભૂત શરીર . ૨ ૨ક્ત માંસ અતિશયઃ- શ્વેત સુગંધી ૨ક્ત અને શરીર.
૩ નિઃશ્વાસની સુગંધ
૪ આહા૨-નીહાર ચર્મ ચક્ષુવાળાને દેખાતા નથી પ્રાણ ૩:- કર્મક્ષયજ અતિશયો ( ૧૧ )
૧ પ્રભુ સર્વદા સહુને પોતાની સંમુખ દેખાય છે
૨ યોજન પ્રમાણ સમવસરણમાં કરોડો દેવ, મનુષ્યો, તિર્યંચો વગેરેનો આસાનીથી સમાવેશ.
૩ ભગવંતની વાણી સહુને પોત પોતાની ભાષામાં સમજાય
૪ સમવસરણમાં ૧૨૫ યોજન સુધી રોગો ન હોય
૫ જ્યાં ભગવાન વિચરતાં હોય ત્યાં જીવ જંતુઓનો ઉપદ્રવ ન હોય
૬ વિહાભૂમિમાં ક્યાંયે વૈશગ્નિ ન હોય
૭ વિહા૨ભૂમિમાં સવાસો યોજન પ્રમાણમાં રોગ મહામારી ઇત્યાદિ ન
હોય.
Jain Education International
For Private & Personal Use Only
111
www.jainelibrary.org