________________
મુળરાજે ગ્રાહરિપુ પર ચડાઈ કરી. કચ્છના લશે તથા સિંધુરાજે સાહરિપને મદદ કરી. એ સમયે શ્રીમાળ-ભિન્નમાળના રાજા પરમાર અબુશરે બહુ પરાક્રમથી યુદ્ધ કર્યું. સાહરિપુ હાર્યો, તેની સ્ત્રીઓની વિનંતિથી મુળરાજે તેને જીવતો જવા દીધો પણ તેની ટચલી આંગળી કાપી નાખી.
સર્ગ ૬ માં મુળરાજના પુત્ર ચામુંડની વાત છે. તે શુશીલ અને વિધાવાન હતું. ચામુડે લાટ દેશના રાજા દ્વારપને હરાવ્યો હતો. દ્વારપે હાથી ભેટ મોકલ્યો હતો. હાથીની ભેટ અપશુકન વાળી મનાતી હતી, ચામુંડને આ ભેટથી ગુસ્સો આવ્યો હતો. ચામુડે લાટ પર ચડાઈ કરી હતી. તેણે ચૌદ વર્ષ રાજ્ય કર્યું. તેને વલ્લભરાજ, દુર્લભરાજ તથા નાગરાજ નામના પુત્રો હતાં. ચામુંડની બહેન વાવણી દેવીએ તેને ગાદી પરથી ઉઠાડી મૂકયો હતો અને વલ્લભરાજને ગાદી આપી હતી.
સર્ગ ૭ - ઉપરની વાત પછી સાતમા સર્ગમાં વલ્લભરાજ શીતળાથી મરી ગયો એટલે ચામુડે દુર્લભરાજને ગાદી આપી તે વિષેની હકીકત છે.
આઠમો સર્ગ- નાગરાજનો પુત્ર ભીમ મહા પરાક્રમી હતી. બન્ને ભાઈઓએ તેથી રાજી ખુશીથી ભીમને ગાદી આપી. ભીમે સમુદ્ર (પંચનદી પર પૂલ બંધા વ્યો હતો અને સિંધુરાજા પર ચડાઈ કરી હતી સિંધુરાજા સાથે દ્વંદ્વ યુદ્ધ કરી, કેદ કરી તે પાછો ફર્યો હતો. આઠમા સર્ગમાં ભીમ તથા ચેદિરાજ વચ્ચેની સંધિને ઉલ્લેખ છે. ચેદિરાજે ભીમને ભેટ સોગાદો મોકલી હતી. ભીમને બે પુત્રો હતાં, ક્ષેમરાજ અને કર્ણ, ક્ષેમરાજ મોટો હતો પણ તેણે રાજ્ય ન સ્વીકાર્યું અને કર્ણને ગાદી આપી.
નવમો તથા દશમ સર્ગ- કર્ણ રાજા પાસે એકવેળાએ એક ચિત્રકાર ચંદ્રપુરના મયકેશીની પુત્રી મયણલ્લાનું સુંદર ચિત્ર લાવ્યો. કર્ણ રાજા મયણલ્લા પર મોહી પડો. મયકેશીએ સમજીને મયણલ્લા મીનળદેવીને કર્ણ સાથે પરણાવી સાથે અનેક ભેટ સોગાદો પણ મોકલી.
અગિયારમા સર્ગમાં કર્ણને પુત્ર થયો તેની વાત છે. આ પુત્ર તે સિદ્ધરાજ જયસિંહ. કણે સંન્યસ્ત સ્વીકાર્યું અને જયસિંહને ગાદી આપી ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ એ વખતે રાજ્યનું ધ્યાન
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org