________________
પ્રરાઇને તેનો જીવ બચાવવા ખાતર તેને તાડપત્રોનાં ઢગલામાં સંતાડી દીધો. રાજાના સૈનિકો ઉપાશ્રયે આવ્યાં અને પૂછપચ્છ કી જોઇ, પરંતુ ન તો હેમચંદ્રાચાર્યે કશી વાત જણાવી કે ન તો તે કુમારપાળને શોધી શકયા. સૈનિકોના ગયાં પછી ગુરુએ કુમારપાળને બહાર કાઢયો. કુમારપાળ મૃત્યુ પર્યંત ગુરુનો ઋણી રહ્યો. સિદ્ધરાજે પણ કુમારપાળની તપાસ ચાલુ રાખી હતી તેથી કુમારપાળ સ્તંભતીર્થ- ખંભાત ચાલ્યો ગયો. હેમાચાર્ય ખંભાતમાં ચાતુમાંસ શ્યા હતા. કુમારપાળ તેમને વંદન કરવા ગયો. ત્યારે ગુરુએ આશિષ આપી કહ્યુ કે આજથી સાતમે વર્ષે તુ શાજા થઇશ" આટલું જ નહીં પણ ભવિષ્ય વાણી કહી કે વિક્રમ સંવત ૧૧૯ના માગશર વદ ચારના તૃતીય પહોર, પુષ્ય નક્ષત્રમાં તમારો રાજયાભિષેક થશે. હેમચંદ્રાચાર્ય એક તરફ સિદ્ધરાજના પ્રીતિપાત્ર હ્યા હતા તો બીજી તરફ કુમારપાળને તેમણે ખૂબજ મદદ કરી હતી,અને તેનુ કારણ એ જ કે તેઓ સારી રીતે જાણતા હતાં કે ભવિતવ્યતાને કોઇ મીટાવી શકે તેમ નથી. કુમારપાળ રાજા થવાનો જ છે અને તેને અનુલક્ષીને તેના દિલમાં પણ જીવદયાના બીજ રોપાવા જ જોઇએ. સિદ્ધરાજનુ મૃત્યુ વિ.સં. ૧૧૯૯માં થયુ અને કુમારપાળ રાજા બન્યો. સિદ્ધરાજના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ વધી રહ્યો હતો તે કુમારપાળના સમયમાં ખૂબ જ વધી ગયો . સિદ્ધરાજના પિતાના સમયમાં મુંજાલ શાંતુ ઉદયન, આશુક, વાગ્ભટ્ટ આનંદ અને પૃથ્વીપાલ નામના જૈન મંત્રીઓ હતા . ઉદયન મંત્રીતો દોરી લોટો લઇને નોકરીની શોધમાં મારવાડથી આવેલો શ્રીમાળી વણિક હતો. લાછી નામની છીપણે તેને મદદ કરી હતી તેવી કથા પણ છે. પાટણની ઉન્નતિ અને સમૃદ્ધિમાં વધારો થતો ગયો તેમ તેમ તેની વસ્તી પણ વધતી ગઇ. શ્રીમાળ-રાજસ્થાનમા દુકાળ પડવાથી ત્યાંની વસ્તી ધીરે ધીરે પાટણ આવવા માંડી. સોરઠમાં સજજન મંત્રી શ્રીમાળી હતો તેથી ત્યાં પણ શ્રીમાળીની વસ્તી થઈ.
30
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org