Book Title: Heervijaysurinu Jivan Vruttant Author(s): Udaychand L Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ દિવસ પૂરા થયા. સંવત્ ૧૫૮૩ ના માર્ગશીર્ષ માસની શુકલપક્ષની નવમીને સોમવારને દિવસે કુંવરજીને ત્યાં ભવિષ્યમાં જગતમાં થનાર મહાન પુરૂષને જય થયો. તેનું નામ હીરજી એવું રાખવામાં આવ્યું. બાર વર્ષની ઉમરમાં શાસ્ત્રને અભ્યાસ કરી તેમાં તે પ્રવીણ કે. કાળવશ થઈ માતાપિતા સ્વર્ગવાસી થયા. તે પિતાની બહેન સાથે પાટણમાં આવ્યું અને શ્રીવિજયદાન સૂરિમહારાજનું સરગતિના ભયાનક દુઃખોનું વ્યાખ્યાન શ્રવણ કર્યું એટલે ચિત્ત વૈરાગ્યમય થયું, અને સંસારના ક્ષણિક સુખેથી ચિત્ત વિરામ પામ્યું. સર્વે વસ્તુઓ પર્ણિક જણાવા લાગી. દીક્ષા. માતાપિતાના અભાવે ભગિની પાસે દીક્ષા લેવાની હીર જીએ આજ્ઞા માગી. ત્યારે ભગિનીએ બહુ કપાંત કર્યું. સંસારથી વિરકત થઈ ત્યાગી થવામાં પડતા કર્મો અને ત્યાગી થયા પછી સહન કરવા પડતા ઉપસર્ગોનું વર્ણન તથા તે પાળવાની - શક્યતા જણાવી, છતાં પણ એક રતિમાત્ર ફેર હીરજીની રાગ્ય ભાવનામાં પડે નહીં. ગગનવિહારી ભારંડપક્ષી તેફાની સમુદ્રમાં ઉછળતા મેજાઓની ક્યાં દરકાર કરે છે! પછી તે ભલેને મોટા પર્વતના રૂપમાં થઈને ઉછળે ! તેનું પરિણામ એ થાય છે કે તે તેનાથી ક્ષોભ પામતે નથી. તેવી જ રીતે હીરજીનું ચિત્ત વૈરાગ્યમાં વિશેષ કરી ચુંટયું. સંયમ રૂપી સાગરમાં ઉછળતા ઉપસર્ગના કટ રૂપી મેજાઓને પાછા કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 124