Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ સાહિત્ય સંશોધન પાઠ તૈયાર કરવાના પ્રયાસ થયા છે, ત્યાં પણ કોઈ સ્પષ્ટ પદ્ધતિ કે પાઠચર્ચા વિના જ મનમાની રીતે પાઠાંતર જોવા-નોંધવાનું વલણ રહ્યું છે. ગણતર કૃતિઓની બાબતમાં જ સવિસ્તર પાઠાંતરો આપવાનું કે સંપાદનપદ્ધતિ અને પાઠપસંદગીના ધોરણો ચર્ચવાનું સંપાદકે રાખ્યું છે. ટૂંકમાં સંપાદનનું આગવું શાસ્ત્ર અને પદ્ધતિ છે, અને ચિકિત્સક દૃષ્ટિએ સંપાદન કરવા માટે વિશિષ્ટ તાલીમ જરૂરી છે એ આપણને ઝાઝું સમજાયું નથી. કૃતિનો શ્રદ્ધેય, પ્રમાણભૂત પાઠ તૈયાર કરવા માટે સામાન્યતઃ નીચે પ્રમાણેની પદ્ધતિએ કામ કરવું જોઈએ. ૧. હસ્તપ્રતસૂચિઓને આધારે સંપાદનીય કૃતિની બધી પ્રતો પ્રાપ્ત કરવી. ૨. પ્રતોની તુલના કરીને તેમનું આનુવંશિક વગ કરણ કે ગોત્રવિભાગ કરવાં. એટલે કે તેમની વચ્ચેની સમાનતાને આધારે તેમનાં જૂથ પાડવાં. પ્રતોના જૂથવિભાગ માટેનાં ધોરણો : (૧) કઈ કઈ પ્રતો વધારાના પાઠવાળી છે. (૨) કઈ કાઈ ઓછા પાવાળી છે. (૩) કઈ કઈમાં સમાન પાઠપરિવર્તન છે. ૩. તે-તે જૂથમાંથી કઈ કઈ પ્રતો પ્રાચીન અને વધુ શ્રદ્ધેય પાઠવાળી છે, કઈ કઈ ભ્રષ્ટ પાઠપરંપરાવાળી છે તેનો નિર્ણય કરવો. આ નિર્ણય માટેનાં ધોરણો : (૧) પ્રતિલિપિ કર્યાનો સમયનિર્દેશ (એટલે કે પ્રતનો લખ્યાસમય) (૨) પ્રતની જોડણી. (૩) પ્રતની ભાષા અને પદાવલી. (૪) પદ્યકૃતિ હોય તો તેનો છંદ. (૫) લેખનશૈલી. (૬) એ જ કર્તાની ઈતર કૃતિઓ સાથે વિવિધ પ્રકારની સમાનતા. (૭) સાહિત્યિક પરંપરા. ૪. પસંદ કરેલી પ્રતોનાં પાઠાંતરોની તુલના કરીને પ્રમાણભૂત પાઠને સંપાદિત પાઠ તરીકે સ્વીકારવો અને મહત્ત્વનાં પાઠાંતરો પણ આપવાં. ૫. જરૂર લાગે ત્યાં પાઠાંતરોની ચર્ચા કરીને અમુક પાઠ કેમ પસંદ કર્યો તેનાં કારણ આપવાં. આ રીતે તૈયાર કરેલા પાઠને જ કૃતિની સમીક્ષિત કે શાસ્ત્રીય વાચના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50