Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ ૩૬ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન હ્રસ્વ જ હતો. એટલે સ્ત્રીલિંગી અંગો પણ બધાંયે હ્રસ્વ-સ્વરાંત હતાં. પછીથી અંત્ય યનો સંકોચ થતાં ર્ફે સિદ્ધ થઈ ફરી કેટલાંક સ્ત્રીલિંગી અંગો કારાંત (દીર્ઘ) થયાં, પણ તેમની સાથોસાથ જ હ્રસ્વ કારાંત સ્ત્રીલિંગી અંગો પણ વપરાશમાં ચાલુ રહ્યાં. અપભ્રંશ ભૂમિકા પછીથી ભાષા પર સંસ્કૃતની સીધી અસર પડવા લાગી. આથી કેટલીક જગ્યાએ અપભ્રંશમાંથી ઊતરી આવેલા હ્રસ્વ-કારાંત અંગ અને શુદ્ધ તત્સમ કે ય ના સંકોચથી નિષ્પન્ન થયેલા દીર્ઘ-કારાંત અંગ વચ્ચે સંભ્રમ થવા લાગ્યો. આ જાતના સંભ્રમનાં ઉદાહરણો : ૭ક (માનિની), ૨૨૭ (કામની), ૨૫ખ (સહી), ૪૫ક (રાતડી), ૬૮ક (જાંઘડી) વગેરે. ત્રીજું. અપભ્રંશમાં જ અનુસ્વારનું ઉચ્ચારણ નબળું પડી અનુનાસિકરૂપે કેટલાક ધ્વનિસંદર્ભોમાં બોલાવાનું વલણ ઉદ્ભવેલું આપણે જોઈ શકીએ છીએ. ‘ભવિસત્તકહા’માં ‘વયત્તુ' (< ‘વંયત્તુ’), હેમચંદ્રમાં ‘કરğ’ (< ‘કરંતુ’) ‘સંદેશરાસક’માં સિગારુ (< સિંગારુ) વગેરે મળે છે. આ રીતે ‘વસંતવિલાસ’માં પણ કેટલે સ્થળે અનુસ્વારને અનુનાસિક તરીકે ગણવાનો છે : ૧ખ (હઁસુલ), ૩ક (વસઁતિ), ૧૭ક (વસઁતુ), ૧૭ખ (સેંતાન), ૪૦ક (સિઁગારુ, અઁગારુ), ૪૨૬ (સેંતાપ), ૬૬ક (સઁગ્રામ) વગેરે. ચોથું, વર્તમાન ત્રીજો પુરુષ એકવચન અપભ્રંશમાં અપવાદરૂપે (છંદ જાળવવા) જ કારાન્ત છે. સામાન્યતઃ તે ફૂંકારાન્ત હોય છે. એટલે પ્રાચીન ગુજરાતીમા એવું કારાન્ત રૂપ હોવાની સંભાવના નહિવત્. નીચેનાં ઉદાહરણોમાં ને બદલે રૂ વાંચવાથી પંક્તિ ૧૧ માત્રાની બને છે : ૭ક (છેદએ), ૭ખ (કંદએ), ૨૧ક (લોપએ), ખ (તાકએ), ૨૩ખ (પાડએ) વગેરે. વિવિધ કારણે કેટલાક શબ્દોની જોડણી અપેક્ષિત કરતાં જુદી કરાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50