________________
૩૪
હસ્તપ્રતોને આધારે પાસંપાદન વસંતવિલાસનો છંદ દોહાના વર્ગનો છે એ સ્પષ્ટ છે. એટલે કે અણસરખા બે પાદોમાં વિભક્ત થયેલ બે પ્રાસબદ્ધ પંક્તિઓનો તે બનેલો છે. અપ્રભંશ મહાકાવ્યની ધાત્તાની જે જાતો છે તેમાં અંતરસમા ચતુષ્પદી આ જાતની છે. સમ પાદનું બંધારણ
પહેલાં સમ પાદનું બંધારણ તપાસીએ. વ્યાસના મતે સમ પાદમાં ઘણુંખરું ૧૨ માત્રા છે, ક્વચિત્ ૧૧. વેલણકર માને છે કે મુખ્યત્વે ૧૧, પણ કોઈ વાર ૧૨. માસ્ટરના માનવા પ્રમાણે બંને પંક્તિઓનો ઉત્તરાર્ધ ૧૧ માત્રાનો છે. જો આપણે એમ સ્વીકારીએ કે કેટલીક પંક્તિઓના સમ પાદો ૧૨ માત્રાના છે, કેટલીકના ૧૧ના, તો આપણે સાથોસાથ એમ પણ સ્વીકારવું પડે છે કે “વસંતવિલાસ'ના વર્ગની ટૂંકી પદ્યાત્મક કૃતિઓ સળંગ એક જ છંદમાં રચાતી નહીં, પણ જુદાજુદા માપના બે છંદો તેમાં ખાસ કોઈ ધોરણ વિના ભેળસેળિયા સ્વરૂપમાં યોજાતા. આવી માન્યતાને, પ્રાચીન કૃતિઓમાંથી આ જાતનાં ઉદાહરણો મળતાં હોય તો ટાંકી આધાર આપવાની જરૂર રહે છે. કારણ સ્વાભાવિક વલણ તો એવું માનવા તરફ રહે છે કે ૮૦-૮૫ કડીના કાવ્યમાં છંદવૈવિધ્ય દેખાડવું ઉદ્દિષ્ટ ન હોય ત્યારે કવિએ સળંગ એક જ છંદ યોજ્યો હોય. આ રીતે જોતાં બધાંયે સમ પાદ કાં તો ૧૨ માત્રાના હોવા જોઈએ, કાં તો ૧૧ માત્રાના. સમ પાદોનો અંત –( આ પ્રકારનો છે તે જોતાં અને બીજી રીતે પણ તેનું બંધારણ તપાસતાં તે પ્રચલિત અપભ્રંશ-ગુજરાતી દોહાના સમ પાદથી અભિન્ન જણાય છે, એટલે કે તે ૧૧ માત્રાનો હોવાનું જણાય છે. પૂર્વાર્ધના અને ઉત્તરાર્ધના સમ પાદ
૪. રા. વિ. પાઠક ‘વસંતવિલાસ'ના છંદને એક પ્રકારનો રોળા ગણે છે.
૫. અહીં એક અગત્યની બાબત તરફ ધ્યાન ખેંચવાનું રહે છે. હેમચંદ્ર પ્રમાણે દોહાની માત્રા સંખ્યા ૧૪ + ૧૨ | ૧૪ + ૧૨ એ રીતે વિભક્ત થયેલ છે, પણ “પ્રાકૃત-ઈંગલ' વગેરે પ્રમાણે ૧૩ + ૧૧ | ૧૩ + ૧૧ આ એ રીતે. વસ્તુતઃ આ બંને એક જ વ્યાખ્યા છે. માત્ર પદ્ધિતભેદને લીધે દેખાવ પૂરતો ફરક લાગે છે. કારણ, હેમચંદ્રની પદ્ધતિ અંત્યાક્ષરને ઘણુંખરું સર્વત્ર દીર્ઘ ગણવાની છે. આથી વાસ્તવિક રીતે જે ૧૩, ૧૧ના પાદો છે, તેને હેમચંદ્ર ૧૪, ૧૨ના ગણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org