Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ વસંતવિલાસનો છંદ છે. તેને સુધારી લેતાં ૧૧ માત્રા બરાબર આવી રહે છે : ૧૮ક (C ચંદચું), ૧૮ ખ (B સોહ), ૨૧ ખ (B તાકઈ), ૨૩ ખ (B પાડ), ૩૦ ખ ( C વંદિણ જયજયકાર), ૪૪ ક (BC મનમથતુ), ૪૪ખ (BC વય), ૪૮ખ (બલુ), પપક (BC બીજનું), ૬૦ક (BC ચાલઈ) વગેરે. આ રીતે લેખનપદ્ધતિની અશુદ્ધિઓ દૂર કરતાં ૭૦ જેટલા પાદ ૧૧ માત્રાના હોવાનું દેખાડી શકાય છે. એટલે ૭૦ + ૭૦ = ૧૪૦ જેટલા પાદ ૧૧ માત્રાના ઠરે છે. બાકીનામાંથી ૨૫-૩૦માં અર્થની અસ્પષ્ટતા કે ગ્રંથપાઠની અનિશ્ચિતતા માત્રા સંખ્યાના નિર્ણય આડે આવે છે. અને જે કાનની કસોટી વાપરે તેને તો “વસંતવિલાસ'ના છંદના સમ પાદો નિઃશંક દોહાના જ જણાશે. અને ઉપર જે-જે સ્થળે લેખનમાં હ્રસ્વને બદલે દીર્ઘ મળે છે. ત્યાં પઠન કરનાર હ્રસ્વ જ વાંચશે. આમ સમ પાદ (૬ + ૪ + ૧ = ) ૧૧ માત્રાનો અને ગુરુ અંતવાળો હોઈને દોહાના સમ પાદથી અભિન્ન હોવાનું નિશ્ચિત થાય છે. વિષમ પાનું બંધારણ કોઈ પણ જાતની શુદ્ધિ કર્યા વિના જ ૬૧ ચરણોમાં વિષમ પાદ ૧૨ માત્રાનો હોવાનું જોઈ શકાય છે. બાકીનામાંથી ઉપર સમ પાકની ચર્ચામાં બતાવેલાં ધોરણોએ લેખનશુદ્ધિ કરતાં ૧૨ માત્રા આપે તેવાં (દીર્ઘ રૂકારાંત સ્ત્રીલિંગ અંગો, વર્તમાન ૩ પુ એવ. માં રૂ ને બદલે વગેરે ફેરફાર કરતાં પ્રાપ્ત થતાં) ૬૫ જેટલાં ચરણો છે. આવી રીતે ઘણા ખરા વિષમપાદ ૧૨ માત્રાના ઠરાવી શકાય તેમ છે. આ ગણતરીએ ૧૨ + ૧૧ એવા પ્રકારનું ‘વસંતવિલાસ'ના છંદનું માત્રાબંધારણ નક્કી થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50