Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ ૪૦ હસ્તપ્રતોને આધારે પાસંપાદન મનની, ની, વાંકડી, વાતડી વગેરેનો રું વ્યુત્પત્તિસિદ્ધ હોવાથી કદી પણ હ્રસ્વ લઈ શકાય નહીં ને માનું દેખીતાં જ હ્રસ્વ ઉચ્ચારણ થઈ શકે નહીં એમ તેમનું કહેવું છે. વળી જે પાદોને અંતે સાનુનાસિક સ્વર છે તેમને દીર્થ ગણવા જોઈએ. કેટલાક પાદોને અંતે લઘુયુગ્મ છે ખરું, પણ તે તો ખાલી દેખાવનું - છેતરામણું છે, કારણ ગુજરાતી દુહાની જેમ, પઠનમાં અંત્યાક્ષર દીર્ઘ - કોઈ વાર તો પ્લત ઉચ્ચારવો પડે છે. હકીકતે વિરાંકનો વૃત્તજાતિસમુચ્ચય' વગેરે પ્રમાણભૂત છંદોગ્રંથો અને પ્રચલિત પ્રથા વિષમ ચરણોમાં અંત્યાક્ષર દીર્ઘ હોવાનું જ જણાવે છે. વળી ચરણાંત અક્ષર સંસ્કૃત અને પ્રાકૃતમ્પંગલમાં સામાન્યતઃ દીર્ધ ગણાય છે, અને વિષમ ચરણને અંતે રૂં ન હોય તો દુહામાં યતિ અસ્પષ્ટ રહે એટલે દુહાનું જે વિશિષ્ટ તાલસંયોજન (“રિધમ) છે તે કથળી જાય. આવું વ્યાસનું વક્તવ્ય છે. પણ ઉપર કહ્યું તેમ અપભ્રંશ ભૂમિકામાં મૂળનાં બધાંયે ફેંકારાન્ત અંગો રૂકારાન્ત બની ગયાં હતાં, પછી સ્વાર્થે ૨ (૮૪) વડે વિસ્તાર પામી અંતી બની પછીની ભૂમિકામાં ફરી દીર્ઘ કારાન્ત થયાં છે : નારીનારિ-નારિય-નારી આવો સ્ત્રીલિંગી અંગોનો વિકાસક્રમ છે. એટલે અપભ્રંશ ભૂમિકાના પુંલ્લિગ “ડકારાન્ત રૂપોની જેમ હૃસ્વ રૂકારાન્ત અંગો પણ વપરાવા ચાલુ રહે એ સમજી શકાય એવું છે. ગાકારાનું ઉચ્ચારણ હ્રસ્વ ન થઈ શકે એ કોણે કહ્યું ? ચાલુ ઉચ્ચારણમાં ના હૃસ્વ તેમજ દીર્ઘ બંને બોલાય છે, ને ઘણી ભાષાઓમાં એ જાણીતું છે. અંત્ય સાનુનાસિક સ્વર અપભ્રંશ તેમજ ગુજરાતીની પ્રાચીન ભૂમિકામાં નિયમે કરીને હસ્વ છે. દીર્ઘ હોવાનાં ઉદાહરણો હજી કોઈએ દેખાડ્યાં નથી - કદીક મળે તો તે છૂટ તરીકે જ લેખવાના રહે. છંદનું વાસ્તવિક લેખનનું સ્વરૂપ અને પઠનનું સ્વરૂપ એ બે વચ્ચે સંભ્રમ શા માટે કરવો ? લિખિત સ્વરૂપના નિર્ણય માટે પઠન અમુક અંશે જ સહાયક લેખનમાં શી પ્રથા છે તે જ લિખિત સ્વરૂપનો નિર્ણય કરવા માટે તપાસવાનું રહે. અંત્યાક્ષર દીર્ધ કે પ્લત ઉચ્ચારાતો હોય તોયે લિખિત સ્વરૂપમાં તે નિયમે કરીને હસ્વ હોવાનું પણ મળે. અને દુહાના વિષમ ચરણની બાબતમાં પ્રાચીન પ્રથા લિખિત સ્વરૂપમાં અચૂકપણે અંત્ય ત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50