Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ ‘વસંતવિલાસનો છંદ ૪૧ અક્ષરો લઘુ રાખવાની જ છે. કોઈ પણ પ્રાચીન દુહાને તપાસતાં આ હકીકત જણાશે. વિશેષ જાણ માટે યાકોબી ને આશ્લોક્ના ગ્રંથો જોવા. અપવાદરૂપે અંતે છું મળે છે તે આસ્ડોર્ફ બતાવ્યું છે તેમ ધ્વનિવિકાસને લીધે : “ય ગય જેવાં શબ્દાત્ત સ્વરયુગ્મો સંકોચ પામ્યાં તેને પરિણામે OOO નું –એ રીતે અંતમાં પરિવર્તન થયું. પ્રાકૃતમાં એક પદ્ધતિ ચરણાન્ત અક્ષરને ગુરુ ગણવાની છે ખરી, પણ તે ગણતરી કે પઠન પૂરતી લેખનમાં તો અનેક પ્રાકૃત-અપભ્રંશ છંદોને અંતે એક નિયમ તરીકે હ્રસ્વ જ હોય છે. અંત્યાક્ષર દીર્ઘ હોય તો જ યતિ સ્પષ્ટ બને એવો નિયમ બાંધવા માટે આધાર શું ? અને દોહક ને ઉપદોહકના વિષય ચરણ વચ્ચે એક જ માત્રાનો ફરક છે, તો અંત્યાક્ષર દીર્ઘ કે સ્તુત કરવા જતાં તેમનો ભેદ ક્યાં રહેશે ? આમ મારી દૃષ્ટિએ “વસંતવિલાસ'નો છંદ નિશ્ચિતપણે ૧૨ + ૧૧ એવા માપનો “ઉપદોહક' દે છે. એ નિર્ણયના વિરોધપક્ષે, પિંગળશાસ્ત્રને આધારે કે વસ્તુસ્થિતિ જોતાં કશું પણ કહી શકાય તેમ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50