Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ વસંતવિલાસ'નો છંદ ૩૯ અહીં આપેલાં પૃથક્કરણ અને પદ્ધતિમાં ધરમૂળનો તફાવત છે એ વાત કોઈના પણ ધ્યાન બહાર જાય તેવી નથી. આ રીતે પણ “વસંતવિલાસ'ની વિશિષ્ટતા વધે છે. કારણ પ્રાચીન ભાષાસાહિત્યમાં ઉપદોહક પ્રયોજાયાનાં ફાગુકૃતિઓ સિવાય અન્યત્ર ઉદાહારણ જાણમાં નથી. આમ માસ્ટરનો જ મત મારી દષ્ટિએ સાચો છે અને આ મત જાણ્યા પહેલાં જ મેં ‘વસંતવિલાસ'નું છંદોદષ્ટિએ પૃથક્કરણ કરી રાખેલું હતું. પણ વ્યાસે માસ્ટરનો મત આપી તેનું જરા લંબાણથી નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો છે અને ઘણાખરા વિદ્વાનો પોતાના મત સાથે સંમત હોવાનું કહ્યું છે, એટલે આ વિષયને લગતું પૃથક્કરણ મેં આપ્યું છે. વાંધાઓનો રદિયો વ્યાસે માસ્ટરના મત સામે જે વાંધા રજૂ કર્યા છે તે તપાસવાનું હવે બાકી રહે છે. તેમના મુદ્દાઓને એક પછી એક તપાસશું તો ચર્ચા સ્પષ્ટતાથી થઈ શકશે. (૧) પ્રાચીન પ્રતિની લેખનપદ્ધતિ વિશે તેમણે કહ્યું છે કે સામાન્ય રીતે તે-તે સમયની લેખનપદ્ધતિ ઉચ્ચારાનુસારી હતી, અને વસંતવિલાસ'ની બધી હાથમતો સરખાવતાં તેમની લેખનપદ્ધતિમાં ખાસ અસંગતિ હોય તેવું માનવાને કારણ નથી. પણ પ્રાચીન ગુજરાતીનો અભ્યાસ કરનારને માથું ખાઈ જાય એટલો ગહન કોયડો કોઈ લાગતો હોય તો તે આ કે જયારે જ્યારે કૃતિના રચનાસમય અને પ્રતિલિપિસમય વચ્ચે ઠીક ઠીક ગાળો હોય, ત્યારે ત્યારે મૂળની અધિકૃત ભાષા કઈ અને પાછળની ભાષાની તેમાં ભેળસેળ કેટલી તેનો નિર્ણય કેમ કરવો ? એકની એક પ્રતિમાં જોડણી વગેરેની પારાવાર અસંગતિ મળવી એ એટલું બધું સામાન્ય છે કે નન્નસૂરિના “બાલાવબોધ' જેવી કોઈક કૃતિમાં એકધારી સ્થિર સ્વરૂપની જોડણી મળે તો તે અપવાદરૂપે લેખવાની રહે. (૨) વિષમ પાકને અંતે બે લઘુ માત્રા હોવાનું વ્યાસને માન્ય નથી, કેમકે સંખ્યાબંધ વિષમ ચરણોને અંતે છું કે મા આવે છે દીર્ઘ છું અને કામની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50