Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ૩૮ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન ચાલુ દુહાનું માપ ૧૩ + ૧૧, એટલે દુહાના વિષમ ચરણથી ‘વસંતવિલાસ'ના છંદના વિષમ ચરણમાં એક માત્રા ઓછી છે. પણ દુહાના વિષમ ચરણનાં બંધારણ સાથે સરખાવતાં “વસંતવિલાસ'ના છંદના વિષમ ચરણનું બંધારણ બીજી રીતે જરા પણ જુદું નથી. એટલે દુહા કરતાં જે એક માત્રા ઓછી છે તે અંતે તૂટતી હોવાનું કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો આપણા છંદના વિષમ ચરણને અંતે એક માત્રા ઉમેરનો ચાલુ દુહો બને છે. દુહાને અંતે સામાન્ય રીતે ત્રણ લઘુ હોય છે. તેને બદલે અહીં બે લઘુ છે. પણ અહીં કોઈને પ્રશ્ન થશે કે “વસંતવિલાસ'ની કેટલીક કડીઓમાં તો સુધારો કર્યા વિના વાંચીએ તો ૧૩ માત્રા છે જ તો પછી એને રીતસરનો દુહો કેમ ન ગણવો? આનો ઉત્તર એ કે ઉપર કહ્યું તેમ “વસંતવિલાસના છંદના વિષમ ચરણના અંતે એક માત્રા ઉમેરીએ તો જ દુહો થાય, જયારે પાંચપંદર સ્થળ બાદ કરતાં, લેખનમાં જે હવને બદલે દીર્ઘ મળે છે તે વચ્ચે જ મળે છે, અને આગળ મેં કહ્યું તેમ દુહાના વિષમ ચરણ તરીકે વાંચનાર જો તેનો કાન ટેવાયેલો હશે તો જ્યાં જ્યાં લેખનમાં હ્રસ્વને બદલે દીર્ઘ મળે છે ત્યાં બધે હ્રસ્વ જ વાંચશે અને એક માત્રા છેવટે જ ઉમેરશે. ઉપદોહક છંદ આ જાતના ૧૨ + ૧૧ માત્રાના છંદનું નામ શું? હેમચંદ્ર ૧૪ + ૧૨નો ઢોદ, ૧૩+ ૧૨ નો ઉપલોદને ૧૨+ ૧૪નો અપલોહી આપે છે. ઉપર કહ્યું છે કે હેમચંદ્રની પદ્ધતિ અંત્યાક્ષરને દીર્ઘ ગણવાની હોવાથી જ આવું માપ આપેલું છે. સ્વયંભૂએ પણ એ જ માપ આપેલું છે. પણ બીજી પદ્ધતિને અનુસરનારા દોહાનું માપ ૧૩ + ૧૧ આપશે, જેમ કે પ્રાકૃતમ્પંગલ.” તે જ પ્રમાણે “કવિદર્પણ” દોહક, ઉપદોહક ને અપદોહકનું માપ અનુક્રમે ૧૩ + ૧૧, ૧૨ + ૧૧ ને ૧૧ + ૧૩ એમ આપે છે. એટલે હેમચંદ્રની વ્યાખ્યા ને “કવિદર્પણ” વગેરેની વ્યાખ્યા વચ્ચે ફરક છે તે પદ્ધતિભેદ પૂરતો જ. આ રીતે જોતાં “વસંતવિલાસ'નો છંદ ઉપદોહક છે. ઉપદોહક અને અપદોહક એ દોહાનાં જ રૂપાન્તરો છે એ દેખીતું છે. વસંતવિલાસ'ની ભૂમિકામાં તો વ્યાસે પણ છંદને ઉપદોહક કહ્યો છે, પણ જે પૃથક્કરણ અને પદ્ધતિ દ્વારા તેઓ આ નિર્ણય પર આવ્યા છે તેમાં અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50