Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ સાહિત્ય સંશોધન ખૂબ ચર્ચાયો હતો. કેટલાક વિદ્વાનો “ઋતુસંહાર' ને અને “કુમારસંભવ' ના આઠ પછીના સર્ગોને કાલિદાસના ગણતા નથી. પ્રેમાનંદને નામે કેટલીક અર્વાચીન બનાવટી કૃતિઓ “પ્રાચીન કાવ્યમાળા” માં છપાયેલી અને એને સાચી કે તરકટી પુરવાર કરવા માટે આપણે ત્યાં ઠીકઠીક સાહિત્યજંગ ખેલાયા હતા. બનાવટ કરનારાઓએ તો વલ્લભ નામે પ્રેમાનંદનો પુત્ર પણ ઊભો કરી દીધેલો અને તેને નામે પણ કેટલીક કૃતિઓ બનાવીને છાપી નાખેલી. પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ” નરસિંહનું હોવાની પ્રચલિત માન્યતા છે. તેના એક પાઠમાં “ભણે નરસૈયો' એવા શબ્દો આવે પણ છે. પણ તેના એક પ્રાચીન પાઠમાં ભજનને અંતે ‘કર જોડી કહે વાછો” એમ વાળાનું નામ છે. એટલે નરસિંહનું કર્તૃત્વ સંદિગ્ધ બને છે. આમાં કદીકને એવો પ્રશ્ન કોઈ કરે કે “ભાઈ, અમુક નાટક કે ભજનનો કર્તા જે હોય તે. આપણે તો એ નાટક કે ભજન વગેરેનું કામ છે ને ! એ સારું હોય તો પછી કોણે એ લખ્યું, એની પંચાતમાં શું કામ પડવું? ' જેનું પ્રયોજન માત્ર કૃતિનો આસ્વાદ લેવાનું જ હોય તેને માટે આ વાત બરોબર છે, પણ જેને આમાં ઐતિહાસિક દૃષ્ટિએ રસ છે, તેને માટે તો આવા બધા પ્રશ્નોનો સાચો ઉકેલ અતિશય મહત્ત્વ ધરાવે છે.નાટક ભાસનાં હોવાનું પુરવાર થાય તો એ નાટકની રચનાશૈલી, ભાષા ને તેમાંથી ફલિત થતું સમાજજીવનનું ચિત્ર : એ કાલિદાસ પૂર્વેના પુરવાર થાય. અને સંસ્કૃતિ, સાહિત્ય ને ભાષાના ઇતિહાસની-એમ બધી દષ્ટિએ તેમના પૂર્વાપરક્રમનો યોગ્યતા નિર્ણય કરવાનો કોયડો ઉપસ્થિત થાય. સંપાદિત પ્રાચીન કૃતિઓને લગતાં આવાં અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાકીય અધ્યયનો ન થાય ત્યાં સુધી એ કૃતિઓનું સંશોધન અધૂરું જ રહ્યું ગણાય. જિનવિજય મુનિએ જૈનભંડારોમાંથી શોધીને સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશભાષાની અનેક મૂલ્યવાન સાહિત્યકૃતિઓ સંપાદિત ને પ્રકાશિત કરી છે. પણ ઐતિહાસિક વગેરે દૃષ્ટિએ તેમાંથી ઘણાનું અધ્યયન થવું હજી બાકી છે. પણ બીજી બાજુ અનેકાનેક પ્રાચીન સાહિત્યની કૃતિઓ ભંડારોમાં એમ ને એમ દટાયેલી પડી છે. તેમનો ઉદ્ધાર અનેક સંશોધકોની અપેક્ષા રાખી રહ્યો છે. આ વિષયમાં આપણે ત્યાં જેટલો રસ વધે તેટલો ઓછો જ ગણાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50