Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ વO હસ્તપ્રતોને આધારે પાકસંપાદન હું ગય-ગામિણિ ગમિલ્સ ગિરીકંદરિ રહિ રામા અમિયલોયણિ મંદિરી (૧૪૮) એ પંક્તિનો છંદ કણાની જેમ ખૂંચવાનો. “ગયગમણિ' રૂપ જ અપભ્રંશ ગુજરાતીમાં વિશેષ મળે છે. અને “અમૃતલોચના' (=અમિયલોયણિ) ક્યાંક કદીક હશે, તોપણ સેંકડો વાર અથડાય છે તે તો મૃગલોચના' (=મિયલોયણિ), અને એક પ્રતમાં “મૃગલોયણ પાઠ છે જ. એટલે, હું ગયગમણિ ગમિસુ ગિરિકંદરિ રહિ રામા મિયલોયણ મંદિર એમ લેતાં છંદની ગતિ અને ઉઠાવ અવરોધમુક્ત બને છે. ૪૨૫મી કડીના વસ્તુછંદની પહેલી પંક્તિમાં “કહઈ કમલા લચ્છિ' ને બદલે “કઈ ઈમ લચ્છિ' એ પાઠ લેતાં છંદશુદ્ધિનો લાભ થાય. છપ્પય છંદમાં રોળાની પંક્તિને અંતે “ગાલલ' હોય છે એ લક્ષમાં લેતાં કડી ૬૭૭ની પહેલી બે પંક્તિમાં “જોઈ અને “રોઈ ને સ્થાને “જોઅઈ અને “રોઅઈ સૂચવી શકાય અને તેના ઉલ્લાલની પંક્તિઓને છેડે “ચડીય’ અને ‘પડી' ને “ચડિય' અને “પડિય” હોવાનું સમજી શકાય. આ જ રીતે વસ્તુ, પદ્ધડી, દૂહા વગેરે છંદોનું બંધારણ લક્ષમાં રાખીને પાઠનિર્ણય અને પાઠચર્ચા થવાં જરૂરી હતાં. છંદ પર ધ્યાન ન આપ્યાને કારણે ૩૩૭મી કડીના રોળા છંદને પ્રતમાં પદ્ધડી છંદ કહેવાની જે ભૂલ થયેલી છે તે સંપાદકે પકડી નથી. સદયવત્સ”ની ૩૪ ગાથાઓમાંથી કેટલીક ગાથાસપ્તશતી' જેવા ગ્રંથોમાંથી ઉદ્ભૂત કરેલી છે, તો કેટલીક સ્વતંત્ર છે : પૂર્વપ્રચલિત પ્રાકૃત ગાથાબદ્ધ કથાની ઉપરથી પ્રસ્તુત કથા રચાયાનો પણ સારો એવો સંભવ છે. જૈનેતરોમાં પણ પ્રાકૃત સાહિત્યનું અનુશીલન થતું એના પુરાવા લેખે આ ગાથાઓનું ઘણું મહત્ત્વ છે. સદયવત્સ’નો મોટો ભાગ ચોપાઈદુહાએ રોક્યો છે. છપ્પયની For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50