Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ અડયલ ૨૮ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન છંદના અજ્ઞાન કે ઉપેક્ષાને કારણે હિન્દીના અગ્રગણ્ય વિદ્વાનોએ પણ પાઠોનો કેવો હત્યાકાંડ (જનમેજયના “સર્પસત્રની જેમ “પાઠસત્ર' !) સંપન્ન ર્યો છે ! આ અપરાધનો દંડ? “સદયવત્સ-પ્રબંધ' છંદની દૃષ્ટિએ રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ છે. તેમાં પંદરેક છંદો પ્રયોજાયા છે : ચઉપઈ ૪૯૭ દૂહા ૧૦૭ ધઉલ ગાથા (ગાથા) ૩૪ ચામર પદ્ધડી ૩૦ કુંડળિયા ૪ વસ્તુ ૧૭ તોટક મોક્તિકધામ છપ્પય ૯ ઉપજાતિ ધઉલ અને ચામરવાળી કડીઓ જેમાં છે તે ગીત “ધનાસી' રાગમાં અને અન્યત્ર ત્રણ કડીઓ (૬૧-૬૩) કેદારા રાગમાં ગાવાની છે. આમાં જે ગાથાઓ છે તેની ભાષા અપભ્રંશ કે જૂની ગુજરાતી નહીં, પણ પ્રાકૃતપ્રચુર છે એ ભૂલવાનું નથી. ગાથામાં રચાયેલી પંક્તિઓના પાઠનિર્ણયમાં આ મુદ્દો તથા ગાથાનું માત્રા બંધારણ લક્ષમાં રહેવાં જ જોઈએ. સંપાદિત પાઠમાં અનેક સ્થળે ગાથાની પંક્તિઓ છંદની દૃષ્ટિએ શુદ્ધ રૂપમાં છે, તે જોતાં બધી ગાથાઓનો પાઠ મૂળમાં છંદ-શુદ્ધ હોવાનું આપણે અવશ્ય માની લઈ શકીએ. વળી કેટલીક ગાથાઓ ભીમકૃત નહીં. પણ સદયવત્સકથાની પૂર્વપરંપરામાંથી ભીમને મળેલી (અને એમ પ્રાચીન) હોવાનો પણ પૂરતો સંભવ છે (કેટલીક ગાથાઓનું પુનરાવર્તન, એક સોરઠા ૧. જેમ કે કડી ર (ઉત્તર દલ), ૪ (ઉત્તર દલ), ૫ (પૂર્વદલ), ૭ (આખી), ૮ (પૂર્વ દલ), ૯૮ (ઉત્તર દલ), ૨૪૪ (પૂર્વ દલ), ૨૪૫ (પૂર્વ દલ), ૨૬૭ (પૂર્વ દલ), ૪૨૭ (પૂર્વ દલ) વગેરે. ૨. ૨૨૪= ૩૦૬, ૨૨૫= ૩૦૭, ૨૬૭= ૩૦૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50