Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ ૩૧ “સદેવંત સાવળિંગા લોકપ્રિયતા પછીથી પણ ચાલુ રહી છે, જ્યારે પદ્ધડી, અડિલ્લા, કુંડળિયો વગેરે વિશેષે ચારણીડિંગલ પરંપરામાં માનતા રહ્યા છે. “વસ્તુ' ( હેમચંદ્ર વગેરે અપભ્રંશ પિંગળકારોનો “રડા”, એટલે કે “માત્રા + દુહા) પ્રાચીન કૃતિઓમાં ઠીકઠીક વપરાયો છે. પછીથી તેનું ચલણ ઓછું થઈ છેવટે તે લુપ્ત થયો છે.૩ ૩. પાઠપસંદગીમાં ભાષાભૂમિકા અને સંદર્ભની નિર્ણાયક્તનાં બે ઉદાહરણ નજરે ચડ્યાં તે અહીં આપું છું; ૧પમી કડીમાં ‘પાયાલિ’ ને સ્થાને એક પ્રતમાં પૈયાલ' છે. નરપતિકૃત “પંચદંડમાં, હેદલકૃત “અભિવન-ઊંઝણુંમાં તથા માધવાનલ-કથામાં “પઇઆલિ', “પૈઆલિ', “પૈયાલિ' એવાં રૂપ વપરાયા છે, એ વાત પાઠ પસંદ કરતાં લક્ષમાં લેવી જોઈતી હતી. ૭૦૮મી કડીમાં “નરઈદને સ્થાને નંદરાય' પાઠાન્તર છે. ૩૮૮મી કડીમાં નંદરાયની લક્ષ્મી સૂદાને પ્રત્યક્ષ થાય છે તે જોતાં નંદરાય' એ પાઠનું ઔચિત્ય સમજાશે. વળી “સુદયવચ્છ અને “સુદવચ્છ' એમ બંને પાઠ મળે છે, પણ છંદ કેટલેક સ્થળે “સુદવચ્છ” માંગે છે. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50