Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ૧૫ કેટલાંક સંપાદનોની સમીક્ષા ધ્રુવે (૧) “બૃહત્કાવ્યદોહન”- વાળો પાઠ; (૧) સંવત ૧૮૬૬-૬૮ની હસ્તપ્રત અને (૩) સાલ વિનાની એક બીજી પ્રત-એ ત્રણને આધારે “અનુભવબિંદુ’નો પાઠ નિર્મીત કરવાનો પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કર્યો (૧૯૩૧). કેશવલાલનું સંસ્કૃત તથા મધ્યકાલીન સાહિત્યનું દીધ અનુશીલન, સંપાદનની અર્વાચીન દૃષ્ટિનો સંપર્ક તથા છંદ વગેરેનો સૂક્ષ્મ અભ્યાસ એ બધું લક્ષમાં લેતાં તેમના પાઠનું મૂલ્ય સહેજે સમજી શકાશે. પણ કેશવલાલના પ્રયાસની એક ગંભીર ત્રુટિ તે કલ્પિત પાઠો કેટલેક સ્થળે જ્યાં તેમને અર્થસંવાદ, સંદર્ભ, છંદ વગેરેની દૃષ્ટિએ “અનુભવબિંદુ’ની એક પણ પ્રતનો પાઠ સ્વીકાર્ય નથી લાગ્યો ત્યાં તેમણે સ્વતઃકલ્પિત પાઠ મૂક્યો છે. આથી તેમનો ગ્રંથપાઠ સાધાર અને નિરાધાર પાઠોનું મિશ્રણ બન્યો છે. પણ આવાં બધાં સ્થળે તેમણે પાદટીપમાં મૂળ પ્રતોના પાઠો નોંધ્યા જ છે તે ઉપરથી કલ્પિત પાઠો જુદા તારવી શકાય તેમ છે. સંકલિત પાઠાંતરસામગ્રીને કારણે તેમની આવૃત્તિ “અનુભવબિંદુના પાઠનિર્ણય માટેનું એક મૂલ્યવાન સાધન પૂરું પાડે છે. ત્રિવેદીદંપતીએ પાઠસંપાદન માટે “અનુભવબિંદુની આગલી આવૃત્તિઓ ઉપરાંત કેટલીક વધારાની હસ્તપ્રતો પણ ઉપયોગમાં લીધી છે. પણ એ પ્રતોને લગતી, તથા પાઠપસંદગીનાં ધોરણો અને સંપાદનપદ્ધતિને લગતી કેટલીક જરૂરી માહિતી તેમણે આપી નથી. સંપાદ્ય કૃતિ પદ્યબદ્ધ હોય ત્યારે પદ્યરચના પાઠનિર્ણય માટે એક અત્યંત અગત્યનું સાધન બની શકે છે. આ હકીકતની પણ મધ્યકાલીન કૃતિઓનાં આપણાં સંપાદનોમાં નિયમિત ઉપેક્ષા થતી રહી છે. “અનુભવબિંદુના છંદને ચાળીશમી કડીમાં છપ્પો' કહ્યો છે. જાણીતા “અખાના છપ્પા'નો છંદ પણ છપ્પો' કહેવાયો છે. આ બંને જુદા છે. બંનેને એક જ નામ મળવાનું કારણ છની ચરણસંખ્યા. છંદવિશેષ ઉપરાંત છ ચરણોનો કોઈ પણ છંદ તે “છપ્પો', “પપદ છપ્પય”. “અનુભવબિંદુનો છપ્પો બે ઘટકનો બનેલો છે. પહેલું ઘટક ચાર ચરણનું, બીજું બનું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50