Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ૧૬ હસ્તપ્રતોને આધારે પાસંપાદન છપ્પાનું સ્વરૂપ પહેલા ઘટકનાં ચરણો રોળાવૃંદમાં છે. રોળાની લોકપ્રિયતા અપભ્રંશ સમયથી વધતી જ રહી છે. રાજશેખર, હેમચંદ્ર, “કવિદર્પણ', “રત્નશેખર”, “પ્રાકૃતમ્પંગલ' વગેરે પ્રાકૃત-અપભ્રંશ પિંગળકારો ( કે પિંગલગ્રંથો)એ એ છંદને વર્ણવ્યો છે – સ્વતંત્ર છંદ લેખે તેમ જ અમુક સંઘટિત છંદના એક ઘટક લેખે. રોળા પ્રાચીન પરંપરામાં “વસ્તુક કે વસ્તુવદનક”નામે જાણીતો હતો. રોળાની કડીને અંતે અમુક અમુક છંદોનાં બે ચરણ જોડવાથી બનતા દ્વિભંગી વર્ગના છંદને “કાવ્ય', “ષટપદ” કે “સાઈ છંદ' (‘દિવઢ' છંદ = દોઢિયો છંદ) નામ આપેલું છે. વસ્તુવદનકના પ્રાચીન સ્વરૂપમાં ૯મી- ૧૦મી અને ૧૨મી-૧૩મી માત્રાઓનું સ્વરૂપ “દા' છે, અને ૧૧મી તથા ૧૪મી “લ” હોવી આવશ્યક છે. પાછળથી ૯મી-૧૦મી અને ૧૨મી-૧૩મી ને “ગા' કરવાનું વલણ વિકસીને સ્થિર થતું જાય છે, અને તે સાથે ૯મી થી ૧૧મી અને ૧૨મીથી ૧૪મી એ માત્રાસ્થાનોએ રહેલા શબ્દોનો પ્રાસ મેળવવાનું વલણ પણ. સંભવતઃ પંદરમી શતાબ્દીની મધ્યના “ઉપદેશમાલા-કથાનક-છપ્પયનાં સવા ત્રણ સો જેટલાં રોળાચરણોના ઘણા મોટા ભાગમાં ૯મી-થી ૧૧મી માત્રાના (અને તેથી ઓછા પ્રમાણમાં ૧૨મીથી ૧૪મી માત્રાના) ખંડનું સ્વરૂપ “ગાલ' છે, તથા આશરે ત્રીજા ભાગના ચરણોમાં (વચિત તો એક કડીના ચારે ચરણમાં) ઉક્ત સ્થાને આંતરપ્રાસ છે. સોમપ્રભાચાર્ય કૃત “કુમારપાલ-પ્રતિબોધ'ના અપભ્રંશ-નિબદ્ધ અંશોના પોતાના ૧૯૨૯ના જર્મન સંપાદનની પ્રસ્તાવનામાં આલ્સડોર્ફ સોએક વસ્તુવદનકનું પૃથક્કરણ કરીને એવો નિષ્કર્ષ તારવ્યો છે કે તેમાં મુખ્ય યતિ ૧૪મી માત્રા પછી આવતો, પણ પાછળથી ૧૧મી માત્રા પછી ગૌણ યતિ વિકસ્યો. “પ્રાકૃતમ્પંગલે ૧૧મી પછીના યતિને મુખ્ય ગણ્યો છે. “સંદેશરાલકના વસ્તુવદનકમાં બંને યતિ જળવાયા છે. આંતર-પ્રાસ “અનુભવબિંદુના રોળાખંડોમાં આંતર પ્રાસનું તત્ત્વ એટલું વ્યાપક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50