Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ ૨૦ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન ઉપરાંત છપ્પાની અંતિમ બે પક્તિમાં વ્યાપકપણે અને અન્યત્ર કાંઈક ઓછા પ્રમાણમાં અખાએ વયણસગાઈનો પણ પ્રયોગ કરેલો છે અને સમગ્રપણે અખાના આ છપ્પાઓમાં મળતી સંકુલ છંદરચના જોતાં, તેણે ગ્રંથો રચતાં પહેલાં છંદની જાણકારી અને તાલીમ સારી રીતે પ્રાપ્ત કરી હોવાનું માનવું અનિવાર્ય છે. ધામ' ને બદલે “નામ' (૨/૧), ‘તે' ને બદલે “ભવ'(૩૩) કોટય' ને બદલે “કોડ' (૩૬/૪) જેવાં જે પાઠાંતર બીજી આવૃત્તિમાં સ્વીકારાયાં છે તેથી પાઠ સુધર્યો છે. પણ પહેલી આવૃત્તિના “શું રસના શકે કહી' (૩૬/૬)ને સ્થાને નવી આવૃત્તિમાં “રસના તે શું શકે કહી એવો પાઠ લીધો છે તે ઠીક નથી કર્યું. “શું... શકે'ની વયણસગાઈનો આમાં ભોગ લેવાય છે. આ ઉપરાંત મારી દૃષ્ટિએ “વેણા', “સ્થાકી' (૨), “અનુકરમે, પરપંચને' (૩), “વિચરવો', “ધરવો'(૫), “ગત અવીગત” (૬), “ભાણ'ભોવંન' (૭), “સલિતા (૧૧), “વણકે દધિ' (૧૨), વૈરાગ્ય' (૧૩), “શાથુ (૧૭), “આચર્જ (૧૯), પુરશ્ચન' (૨૧), “એ સરવે ઉપાસના” (૨૨), “સારુ” (૩૮) (=ને માટે) એ પાઠો લેવાવા જોઈતા હતા. ૮/રમાં “મુખ વિણ માય અરીસે' એ ખંડમાં “મુખને બદલે “મોખ' સમજતાં અર્થ ઘણો સુધરે છે. પરિશિષ્ટ ૩ માં આપેલો ભાણદાસકૃત અજગર– અવધૂત સંવાદ' એ બીજી આવૃત્તિમાં ખાસ મહત્ત્વનો ઉમેરો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50