Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ ૨૪ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન અશુદ્ધ હોવાની દૃઢ શંકા રહે છે. બીજી વધુ સારી પ્રત મળે તો જ એ ખામીનું નિવારણ થાય. કડી ૧૪માં “ઉપા'-“ચમકીઉં એવો પ્રાસ; કડી ૧૧૦માં જૂની ગુજરાતીના પ્રચલિત પ્રયોગ “વલ્યા નીસાણે ઘાય'ને બદલે ‘વાલ્યા'; કડી ૧૬૧માં “બાંહ' ને બદલે “છાંહ' હોવાનો વહેમ; કડી ૧૬૫માં “મેહ'-“છેક' એવા અશુદ્ધ પ્રાસને બદલે “મેહ-છે એવો પ્રાસ હોવાની પ્રતીતિ; સર્વત્ર મળતાં “આપોપા' ને બદલે કડી ૨૨૬માં “અપીપા'; સંભાવ્ય “ત્રાડણ લાગુ' ને બદલે કડી ૨૭૬માં “ત્રાડણી લાગુ', કબીર' (૯૪, ૨૭૬) ને બદલે “કુબેર' (૩૪૧); “અભિવનને બદલે અભયવન' (૩૪૫); “દેહલ' (૧) ઉપરાંત “અલ' (૩૩૮, ૪૦૫) વગેરેથી આ વાત સમર્થિત થઈ શકે. કડી ૧૩૫માં “ચડી કોશીશિ ચહુ દિશિ વાહિ એ પંક્તિમાં “વાહિ ને સ્થાને “ચાહિ જોઈએ. અર્થ છે: “કાંગરે ચડીને ચારે દિશા જુએ છે.” કડી ૨૫માં “ન' ઉમેરવાની જરૂર નથી. મેલૂનો થે બરાબર ન સમજાવાથી એ ઉમેર્યો જણાય છે. મૂળનો અર્થ છેઃ તારા જૂના પૂર્વજ સાથે આજે તને મેળાપ કરાવી દઉં = મારી નાખું. ચામડી ઉનિ બાંહ ન છબિ' (૧૯૧) એ સંભવતઃ “ચામડી ઉનિ છાંહ ન છબિ ' છે. અર્થ છે : જેમની ચામડી ઉપર તાપનો સ્પર્શ નથી થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50