Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ ૨૨ હસ્તપ્રતોને આધારે પાકસંપાદન જાણેઅજાણે કાંઈક શિથિલતા બંને સંપાદનોમાં રહી ગઈ હોવાનો વહેમ જાય છે. જેસલપુરાના સંપાદનમાં મૂળ પ્રતના કોઈ પૃષ્ઠની છબી નથી અપાઈ, પણ મજમુદારે માન્ય પ્રથા પ્રમાણે પ્રતના આદ્ય અને અંત્ય પૃષ્ઠની છબી આપી છે. તેની સાથે બંને સંપાદિત પાઠોના પ્રસ્તુત અંશ સરખાવતાં કેટલેક સ્થળે બંનેમાં મૂળથી જુદો પાઠ માલૂમ પડે છે અને ત્યાં મૂળમાં ફેરફાર કર્યાની એકેય સંપાદકે નોંધ નથી આપી. નીચે હું થોડાક નમૂના આપું છું. નિર્દેશ પંક્તિ અને ચરણ પ્રમાણે છે. મૂળ પ્રત મજમુદાર જેસલપુરા ૧.૧ લંબોધર લંબોદર લંબોદર ૧.૩ અણસરુ અણસરૂં ૧.૪ ઉઝરૂ ૨.૨ દેવ ૪.૧ મુનિ જમ જિમ ૭.૧ છાસઠ ક્રોડિ છાસઠી કોડિ બાસઠી કોડિ ૭.૪ નીસરી નિસરી ઉંઝરું ઊંઝ દેવુિં છે. મુની ૬. ૨ જિમ ૮. ૨ જઈ જઈ સંધૂ ૧૦.૧ સિધૂ ૧૦.૩,૪ ઘડું, જડૂ ઘડ્યું, જડ્યું ઘડ્યું, જડ્યું ૧૩.૧ તેણિ તિણિ તિણિ હસ્તપ્રતની લિપિ સુવાચ્ય ન હોય તો પણ આટલો ફરક જ્યારે પડે ત્યારે સંપાદિત પાઠની જોડણીની અને તેને આધારે તારવેલી ભાષાસામગ્રીની વિશ્વસ્તતા જરા સંદેહમાં પડે ખરી. થોડીક વધુ સંભાળ અને માર્ગદર્શનથી આ તેમ જ નીચેની નાની નાની ક્ષતિઓ સહેજે નિવારી શકાઈ હોત. પૃ.૧. “ ”નું ઉચ્ચારણ સ્વરસહિત જુદું મળે છે. અહીં ઉચ્ચારણને બદલે લેખન જોઈએ. પ્રતની ભાષાનું ઉચ્ચારણ તો હજી ઘણે ભાગે કલ્પનાનો જ વિષય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50