Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ “અભિવન- ઊંઝણું* પ્રાચીન કૃતિનો સંપાદિત પાઠ મૂળ પ્રમાણે જ અક્ષરેઅક્ષર આપવો ઘણીવાર ઈષ્ટ નથી હોતો. લહિયાની ભૂલો, પાછળથી પ્રવેશેલા જોડણીભેદો વગેરે કારણે તેમાં વિવેક વાપરવાનો રહે છે. ખાસ તો સંપાદિત પાઠની જોડણી-ગોઠવણીમાં કરવા ઘટતા મર્યાદિત ફેરફારમાં પણ મૂળની કોઈ ઉપયોગી હકીકતનો ભોગ ન અપાવો જોઈએ. જેસલપુરાએ કરેલા ફેરફારોમાંનો એક એ છે કે મૂળ પ્રતમાં રહેલો નાસિક્ય વ્યંજનના પૂર્વવતી સ્વર ઉપરનો અનુનાસિક સંપાદિત પાઠમાં દર્શાવાયો નથી (ભાલણકૃત કાદંબરી'ના પોતાના સંપાદનમાં કે. કા. શાસ્ત્રીએ પણ આ જ પદ્ધતિ રાખી છે.) પણ ઊ.ના સમયમાં ગુજરાતી ઉચ્ચારણને લગતી આ એક મહત્ત્વની વિગત થઈ. આવા સંદર્ભમાં સ્વર સાનુનાસિક ઉચ્ચારાતો. કાંઈ નહીં તો જ્યાં ઊની ભાષાસંબંધી વિશિષ્ટતાઓ આપી છે ત્યાં આ વાત નોંધવી જોઈતી હતી. પૃષ્ઠ ૨ ઉપર મૂળ પ્રતની જોડણી વગેરેમાં કરેલા સંપાદકીય ફેરફારની વિગત આપી છે. મજમુદારે પણ તેમના સંપાદિત પાઠમાં કરેલો લેખનવિષયક ફેરફાર નિર્દિષ્ટ કર્યો છે. આ ફેરફારોને બાદ કરતાં બાકીના સ્થળોએ બંને સંપાદિત પાઠ મુળ પ્રતના પાઠને અક્ષરેઅક્ષર મળતા હોવા જોઈએ એવી દેખીતી જ આપણી સમજ અને અપેક્ષા રહે, પણ આ પરત્વે * દેહલકૃત “અભિવન-ઊંઝણું', સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50