Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ૧૪ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન સંપાદનને લગતા પ્રશ્નો ત્રણ પ્રકારના હોવાનું ગણાય. કૃતિના પાઠનિર્ણયના પ્રશ્ન, અર્થઘટનના પ્રશ્ન અને સમગ્રરૂપે કૃતિના નિરૂપ્ય કે નિષ્કર્ષને લગતા પ્રશ્ન. આમાં છેલ્લા પ્રકારના પ્રશ્નોનો ઉકેલ દેખીતા જ પહેલા બે પ્રશ્નોના ઉકેલ પર અવલંબે છે. એટલે “અનુભવબિંદુ પરત્વે એ વિષયમાં અત્યાર સુધીમાં કેટલું કાર્ય થયું છે, અને પ્રસ્તુત “ચાળીસ છપ્પા” તેમાં શો ફાળો આપે છે તે આપણે તપાસીશું. સાથે આ નિમિત્તે ઉપસ્થિત થતા સંપાદનપદ્ધતિને લગતા એકબે વ્યાપક મુદ્દાની પણ વિચારણા કરીશું. પાઠનિર્ણયના પ્રયાસો આમ તો “અનુભવબિંદુ'ની આવૃત્તિઓ આપણને ૧૮૮૭ થી માંડીને ૧૯૬૪ સુધી મળતી રહી છે. પણ ઘણાખરા પ્રયાસો લોકલક્ષી હોઈને તેમાં “પ્રામાણિક પાઠ એટલે શું ?' એની સમજ નહિવત્ કે અતિ સ્થૂળ હતી. આમાં બે પ્રયાસો કાંઈક અપવાદ ગણાય. પાઠ તૈયાર કરવા મુખ્ય ત્રણ પ્રયાસ તે (૧) “બૃહત્કાવ્યદોહન'વાળો પાઠ, (૨) કે. હ. ધ્રુવવાળો પાઠ, (૩) ત્રિવેદીવાળો પાઠ. “બ્રહલ્કાવ્યદોહન ભાગ બીજાની પહેલી આવૃત્તિ (૧૮૮૭)માં “અનુભવબિંદુ આપેલું છે. પણ પાઠ માટે કઈ, કેવી અને કેટલી હસ્તપ્રતોને કઈ રીતે ઉપયોગમાં લીધી તેની કશી માહિતી આપી નથી. ૧૯૧૩ની ત્રીજી આવૃત્તિમાં જણાવ્યું છે કે “અખા ભક્તનાં કાવ્યો.....વેદાંતના જાણીતા અભ્યાસી શ્રીયુત હીરાલાલ વ્રજભૂષણદાસ શ્રોફે કૃપા કરીને પોતાની પાસેની પ્રાચીન ચાર પ્રતો ઉપરથી સુધારી આપ્યું (!) છે. આમાં “અનુભવબિંદુનો પણ સમાવેશ થાય છે કે કેમ, અને “સુધારી આપ્યું એટલે શું કર્યું એની કશી સ્પષ્ટતા નથી મળતી. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયવાળો પાઠ (‘અખાની વાણી', આવૃત્તિ પહેલી ૧૯૧૫, બીજી ૧૯૧૫, ત્રીજી ૧૯૪૪) “બૃહત્કાવ્યદોહન'ના પાઠને જ અનુસરે છે, અને નર્મદાશંકર દેવશંકર મહેતાએ (‘અખાકૃત કાવ્યો ભાગ ૧, ૧૯૩૧) તેમ જ રવિશંકર મ. જોષીએ (૧૯૪૪) પોતપોતાની આવૃત્તિમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયવાળો જ પાઠ લીધો છે. પણ કે. હ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50