Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન કહી શકાય. કૃતિને લગતા સાહિત્યિક કે ઐતિહાસિક નિષ્કર્ષો એ શાસ્ત્રીય પાઠ પર આધારિત હોય ત્યારે જ માન્ય લેખાય. કેટલીક વાર ખાસ કરીને કૃતિ વિશાળ, પ્રાચીન અને ખૂબ લોકપ્રિય રહી હોય ત્યારે તો તેના સંપાદનનું કામ ઘણું જટિલ અને શ્રમસાધ્ય હોય છે. દાખલા તરીકે “મહાભારત.” તેની અનેક વાચનાઓ, રૂપાંતરો ને પાઠાંતરો શતાબ્દીઓથી ચાલ્યાં આવે છે. દેશપરદેશી અનેક વિદ્વાનોના સહકારથી તેનું સંપાદન ૧૯૧૭થી હાથ ધરવામાં આવ્યું અને પચાસેક વરસ એ ચાલ્યું. તે જ પદ્ધતિએ વાલ્મિકીય “રામાયણ' ની પ્રમાણભૂત આવૃત્તિ તૈયાર કરવાનું કામ વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરે પૂરું કર્યું છે. આગળનું સંશોધનકાર્ય પણ કૃતિના સંપાદનથી તો સાહિત્યસંશોધનના કામનો માત્ર આરંભ જ થાય છે. એ પછી એનો કર્તા કોણ, એનો રચનાસમય કયો વગેરે પ્રશ્નોનો નિર્ણય કરવાનો હોય છે. કેમ કે ઘણીય પ્રાચીન સાહિત્યકૃતિઓમાં આ બાબતની માહિતી આપેલી હોતી નથી. કેટલીક વાર કોઈ માહિતી કૃતિની અમુક હસ્તપ્રતમાં હોય ને બીજી પ્રતમાં ન હોય. આવું હોય ત્યાં માહિતીની શ્રદ્ધયતાનો નિર્ણય કરવાનો રહે છે. પંચોતેરેક વર્ષ પહેલાં તેર પ્રાચીન સંસ્કૃત નાટકો દક્ષિણમાંથી મળી આવ્યાં. નાટકોમાં કર્તાના નામનો ઉલ્લેખ ન હતો. અન્યત્ર મળતા ઉલ્લેખોને આધારે કેટલાક વિદ્વાનોએ એ નાટકોનો કર્તા ભાસ હોવાનું માન્યું. પણ નાટકોમાં કેટલાંક અર્વાચીન લક્ષણો જણાતાં બીજા વિદ્વાનો એને ભાસનાં માનવાના મતના નથી. આમ એ નાટકોના કર્તુત્વનો પ્રશ્ન હજી અદ્ધર છે. એ જ રીતે કાલિદાસના સમય બાબત પુષ્કળ ચર્ચા થઈ છે. પહેલી શતાબ્દીના અને ચોથી-પાંચમી શતાબ્દીના પક્ષકારોએ સામસામે પાર વગરનું ખંડનમંડન કર્યું છે. અત્યારે મોટાભાગના વિદ્વાનોનું વલણ તેને ગુપ્ત રાજયકાળમાં મૂકવા તરફ છે. કેટલીક વાર કર્તાનું નામ અપાયું હોય ત્યાં પણ બીજાત્રીજા કારણે તે શંકાસ્પદ ને ખોટું નીવડે છે. આમાં એક કારણ, બહુ પ્રખ્યાત કવિને નામે અમુક કૃતિ પ્રચલિત કરવી એ હોય છે. શેક્સપિયરનાં નાટકોના કર્તુત્વનો પ્રશ્ન પશ્ચિમમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50