Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ જૂની ગુજરાતી કૃતિઓના સંપાદનના પ્રશ્નો (શામળભટ્ટકૃત ‘સિંહાસનબત્રીશી' ની કેટલીક વાર્તાઓના સંપાદનસંદર્ભે) ઉપલબ્ધ પ્રતોમાંથી સમયના અથવા જોડણી કે ભાષાની પ્રાચીનતાના ધોરણે પ્રાચીનતમ ઠરાવી શકાય તેવી પ્રતને મુખ્ય પ્રત ગણી, સંપાદિત ગ્રંથપાઠ તેને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. બીજી પ્રતોનાં પાઠાંતરો સંપાદિત ગ્રંથપાઠની કડી અને પંક્તિના ક્રમે નોંધવામાં આવ્યાં છે. સંદર્ભ માટે આવશ્યક હોય તેવા અપવાદો બાદ કરતાં, બીજી પ્રતોમાં મળતા વધારાના પાઠને સંપાદિત ગ્રંથપાઠમાં સ્થાન આપવામાં નથી આવ્યું. તે જ પ્રમાણે મુખ્ય પ્રતની એક કે વધારે કડીઓ બીજી એકેય પ્રતમાં ન મળતી હોય તેવી બાબતોમાં તે કડીને સંપાદિત ગ્રંથપાઠમાંથી કાઢી નથી નાખવામાં આવી. પણ સંદર્ભ, જોડણી કે ભાષાની પ્રાચીનતા, અર્થનું ઔચિત્ય વગેરે દૃષ્ટિએ મુખ્ય પ્રતનો પાઠ સ્પષ્ટ રીતે નિકૃષ્ટ લાગ્યો ત્યાં અન્ય પ્રતનો ઉત્કૃષ્ટ લાગ્યો તે પાઠ સ્વીકારી મુખ્ય પ્રતના નોંધમાં મૂક્યો છે. ટૂંકમાં એક નિયમ તરીકે પ્રમાણ, ક્રમ, ભાષા ને જોડણી એમ દરેક વિષયમાં મુખ્ય પ્રતને આધારભૂત ગણવામાં આવી છે. પ્રાચીન ગુજરાતી કૃતિઓના સંપાદનમાં પાઠાંતરોની નોંધ એ એક ખૂબ ગૂંચવે તેવો પ્રશ્ન છે. અનેક કારણે પ્રતોમાં જોડણી બાબત સંપૂર્ણ અરાજકતા પ્રવર્તતી જોવામાં આવે છે. એકની એક પ્રત એકના એક શબ્દની જોડણીની બાબતમાં તદ્દન વિસંગત માલૂમ પડે છે. આ પ્રકારની અવ્યવસ્થા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50