Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ સાહિત્ય સંશોધન થતી જાય તેમ તેમ મૂળનાં લખાણ ને ભાષામાં અનેક રીતે ફરક પડતો જાય, અને મૂળની એક જ કૃતિની અનેક વિગતોમાં એકબીજાથી જુદી પડતી એવી વિવિધ નકલો આપણા સમયમાં આપણને મળે. મૂળની હસ્તપ્રત તો ઘણુંખરું ક્યારનીયે નષ્ટ થઈ ચૂકી હોય, એટલું જ નહીં; આપણને અત્યારે તો ઘણીવાર તેનો પાંચમોદસમો અવતાર પણ ભાગ્યે જ મળે. મધ્યકાળમાં રાજકીય ઉથલપાથલ, આક્રમણો, લૂંટફાટ વગેરે કારણે ઘણી હસ્તપ્રતો નષ્ટ થઈ ગઈ. કેટલીક જૈનોની પુસ્તકરક્ષણ માટેની વ્યવસ્થિત પ્રવૃત્તિને કારણે તેમના સેંકડો ભંડારોમાં જળવાઈ રહી, જ્યારે બીજી કેટલીક વિદ્યાની પ્રાચીન પરંપરાવાળાં કુટુંબો ને વ્યક્તિઓ પાસે, રાજકીય પુસ્તક ભંડારોમાં, અધ્યાપનકેન્દ્રોમાં ને પાઠશાળાઓમાં બચી ગઈ. અર્વાચીન સમયમાં પશ્ચિમનો સંપર્ક થયો ત્યારે ત્યાંના વિદ્વાનોએ અહીં આવીને આપણી પ્રાચીન હસ્તપ્રતો પ્રાપ્ત કરીને તેમનો સંગ્રહ યુરોપ, અમેરિકાની વિદ્યાપીઠોમાં કર્યો. બ્રિટિશ અને દેશી રાજ્યોની સરકારોએ પણ પ્રાચીન હસ્તપ્રતનો સંગ્રહ કરવા માંડ્યો ને પરિણામે અત્યારની યુનિવર્સિટીઓ, પુસ્તકાલયો અને સંશોધન-સંસ્થાઓ પાસેના સંગ્રહો તૈયાર થયા. સંપાદનની સમસ્યાઓ હવે તમારી કલ્પના બદલીને ઘડીભર માની લો કે તમે પ્રાચીન સમયના કવિ નહીં, પણ અર્વાચીન સમયના એક સંશોધક છો-સાહિત્યસંશોધક છો. તમે પ્રાચીન સાહિત્યકૃતિઓને વ્યવસ્થિત રૂપમાં આજના વાચક ને અભ્યાસીવર્ગ પાસે મૂકવા માગો છો. તો તમે આ કામનો કઈ રીતે આરંભ કરશો ? એ માટે તમારે પહેલવેલાં તો કોઈ કૃતિની હસ્તપ્રત મેળવવી જોઈશે. હસ્તપ્રત કોઈ જૈન ભંડારમાંથી, કોઈ વિદ્યાસંસ્થા પાસેના સંગ્રહમાંથી અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી મળી શકે. કેટલાક સંગ્રહોની હસ્તપ્રત-સૂચિ કોઈ સંશોધકે તૈયાર કરીને છપાવી હોય તો તે ઉપરથી તમને અમુક સંગ્રહમાં કઈ કઈ પ્રતો છે તેની માહિતી તૈયાર મળે. માનો કે કાલિદાસનું “શાકુન્તલ' કે પ્રેમાનંદનું “નલાખ્યાન' હજી અપ્રસિદ્ધ છે, અને તમે તેને પ્રકાશિત કરવા માગો છો. આમ તમારી પાસે પ્રશ્ન એ આવીને ઊભો રહેશે કે જુદે જુદે સ્થળે “શાકુન્તલ' ને “નલાખ્યાન' ની અનેક પ્રતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50