________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
ગુણ-પ્રદેશ પર વિચરવાનું...એ અજબ-અભુત પ્રદેશ અંગેની વાતો સાંભળવાનું... એ અજાણ્યા પણ અનંત અજાયબીઓથી ભરેલા પ્રદેશનો અનંત કાળનો ઈતિહાસ જાણવાનું...પાર્થિવ જગતમાં ક્યાંય જોવા ન મળે તેવા હેરત પમાડનારા ખેલ-તમાશા જોવાનું, એ જીવને એટલું બધું ગમી ગયું હોય છે.. એ જોવા-જાણવા ને સાંભળવામાં એટલો બધો લીન થઈ ગયો હોય છે કે બાહ્ય જડ પુદ્ગલોના ઘોંઘાટ તેને અકળાવી દે છે. સંગીતના સરોદો તેને માત્ર હર્ષ-વિષાદના ઘોંઘાટ લાગે છે. રમણીઓનાં રૂપરંગ તેને વિષ્ટાની ગાડી પરના ચળકતા રંગ-રોગાન દેખાય છે. પુષ્પો અને અત્તરોની સોડમમાં અને સડી ગયેલા શ્વાન લેવરમાંથી ઊડતી બદબોમાં તેને કોઈ અંતર લાગતું નથી. રસપ્રચુર ભોજનના થાળ.. તેને “રીફાઈન' કરેલી વિષ્ટા જ દેખાય છે...રૂપરમણીઓના મુલાયમ સ્પર્શ અને જંગલી રીંછણના બરછટ વાળના સ્પર્શમાં તેને કોઈ અંતર દેખાતું નથી. આવો મનુષ્ય શું શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શની પ્રશંસા કરે? એની પ્રશંસા કરે નહિ અને સાંભળે નહિ... બંને તેને નીરસ લાગે.
તો પછી સોના-રૂપાના ઢગલા પર ચઢી તે નાચે ખરો? સોના-રૂપાના ચકળાટ તો તેને આકર્ષે... તેને નચાવે કે જે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનો લાલચું હોય. લંપટ હોય.
તો પછી રૂપસુંદરીઓને પોતાના બાહુપાશમાં સમાવી લેવાની.. તેમને આલિંગનોથી ભીંજવી દેવાની ચેષ્ટા તે દૂર રહી, તેવી કલ્પના પણ તેવા પરમ આત્મસ્વરૂપમાં લીન થયેલા આત્મામાં સંભવે?
કંચન અને કામિની પ્રત્યે નીરસતા એ બ્રહ્મમગ્ન આત્માનું લક્ષણ છે. કંચન અને કામિની પ્રત્યે નીરસતા એ બ્રહ્મમસ્તી માટેનું કારણ પણ છે.
तेजोलेस्या-विवृद्धिर्या साधोः पर्यायवृद्धितः ।
भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ।।५।।१३।। અર્થ : ભગવતીસૂત્ર આદિ ગ્રંથોમાં સાધુને જે તેજોલેશ્યાની વૃદ્ધિ, માસાદિ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી કહેલી છે, તે આવા પ્રકારના જ્ઞાનમગ્ન આત્મામાં ઘટે છે.
વિવેચન : જ્ઞાનમૂલક વૈરાગ્યથી વાસિત બની, સંસારવાસનો ત્યાગ કરી જે આત્મા સાધુ બન્યો, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જ સુખ માણવાનું જીવન સ્વીકાર્યું, જે દિવસે એ સાધુ બન્યો, જ્ઞાન-દર્શનચારિત્રની સૃષ્ટિમાં તેને
For Private And Personal Use Only