________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા: ૫
(૧૩) પ્રશ્ન- સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનું માંગલિક કરતાં આચાર્યદેવ કહે છે કે આત્માનો દ્રવ્યસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે એટલે કે ઘણો જ શુદ્ધ છે. અહીં શુદ્ધ શુદ્ધ શબ્દનો પ્રયોગ બે વખત કરવાનો શું આશય છે?
ઉત્તર:- પ્રથમ તો પરદ્રવ્યથી ભિન્ન હોવાથી શુદ્ધ છે અને રાગથી પણ ભિન્ન હોવાથી શુદ્ધ છે. બંધ ને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મસ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે, તેથી આત્મસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે.
-આત્મધર્મ અંક ૪૧૪, એપ્રીલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૧૪) પ્રશ્ન- “હું શુદ્ધ છું”—તેનો અર્થ શું?
ઉત્તર- નર-નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ અને સંવર, નિર્જરા, મોક્ષ-એ નવ તત્ત્વોથી એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી હું શુદ્ધ છું. આહાહા ! સાધક બાધકની પર્યાયથી આત્માને અત્યંત જુદો કહ્યો. શરીર આદિથી તો અત્યંત જુદો છે જ, પુણ્ય પાપ આદિથી પણ અત્યંત જુદો છે. જ, પણ સંવર-નિર્જરા-મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ હું એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ વડે અત્યંત જુદો હોવાથી શુદ્ધ છું. આહાહા ! અહીં સમયસારની ગાથા ૩૮માં તો સંવર, નિર્જરા, મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ આત્માને અત્યંત જુદો કહીને દિગમ્બર સંતોએ અંતરના પેટની વાત ખુલ્લી કરી છે. આવી વાતો બીજે ક્યાંય નથી. આહાહા ! જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ છે.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૧૫) પ્રશ્ન- ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે આદિ આત્માના આટલા બધા વખાણ કરો છો પણ એ ભગવાન ગયો ક્યાં?
ઉત્તર- ભગવાન તો છે ત્યાં જ છે પણ એના ભગવાનનું તેને ભાન નથી એથી ભગવાન તેની નજરમાં આવતો નથી. પોતે ભગવાન સ્વરૂપ કારણપરમાત્મા છે એમ જેને બેસે છે તેને કારણપરમાત્મા છે. પણ જેને પરમાત્મા સ્વરૂપે છું તેમ બેસતું નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com