________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪: જ્ઞાનગોષ્ઠી
એકતાબુદ્ધિના તાળા તોડી રાગથી ભેદશાન કરે તો સ્વભાવમાંથી સુખનો અંશ પ્રગટે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૧૦)
પ્રશ્ન:- પર્યાયમાં પ્રભુતા કેમ પ્રગટે?
ઉત્ત૨:- અરે ભાઈ! તું રાગાદિથી નિર્લેપસ્વરૂપ પ્રભુ છો! કષાય આવે તેને જાણવો તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે. તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે, જ્ઞાયકની જાતના નથી. તેથી કજાત છે, ૫૨ જાત છે, પજ્ઞેય છે. સ્વજાત-સ્વજ્ઞેય નથી. તું શાયસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
( ૧૧ )
પ્રશ્ન:- આત્મવસ્તુ અવ્યક્ત છે તો કેમ જણાય ?
ઉત્ત૨:- વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે-પ્રગટ છે. તે પર્યાય ક્યાંથી આવે છે? કોઈ વસ્તુ છે તેમાંથી આવે છે કે અદ્વરથી આવે છે? તરંગ છે તે પાણીમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે? તેમ પર્યાય છે તે અદ્ધરથી આવતી નથી પણ અંદર વસ્તુ અવ્યક્ત-શક્તિરૂપ છે તેમાંથી આવે છે. વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મશક્તિને પ્રસિદ્ધ કરે છે–બતાવે છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૧૨)
પ્રશ્ન:- ‘જ્ઞાન તે આત્મા' એમ કહીને ફક્ત જ્ઞાન દ્વારા જ આત્માની ઓળખાણ કેમ કરાવી ? જીવનું મૂળ પ્રયોજન તો આનંદ પ્રાપ્ત કરવાનું છે ને ?
ઉત્તર:- આત્માને ઓળખાવવા જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ કહ્યું
છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુળતા છે; તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે (દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે). આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬-૨૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com