Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ ६ ગુરુ-ગુણના ધામ બાળક સૂતો છે. તેને ઊંઘવું ગમે છે. પણ મા તેને ઉઠાડે છે, કેમકે બાળકને સ્કુલે જવાનું છે. જો એ ન ઊઠે તો સ્કુલે જવાનું રહી જાય. તેથી તેની પ્રગતિ અટકી જાય. માટે મા કાળજી કરીને બાળકને સમયસર ઉઠાડે છે. સંસારી જીવો મોહની નિદ્રામાં ઊંધે છે. તેમને એ નિદ્રા ગમે છે. પણ ગુરુ તેમને ઉઠાડે છે, કેમકે એ જીવોને સમ્યગ્નાન આપવાનું છે. જો એમનો મોહ દૂર ન થાય તો તેમને સમ્યજ્ઞાન ન મળે. તેથી તેમની આધ્યાત્મિક પ્રગતિ રૂંધાઈ જાય. માટે ગુરુ કાળજી કરીને જીવોને સદ્બોધનો ઉપદેશ આપે છે. આમ ગુરુ આપણા જીવનમાં રહેલ મોહની ઊંઘને દૂર કરે છે. ગુરુ ગુણોના ધામ છે. આપણે એમના ગુણો જાણતા નથી. તેથી આપણને ગુરુના ગુણોનું જ્ઞાન થાય એ માટે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે ‘ગુરુગુણષત્રિશત્મિિશકાકુલક' અને તેની સ્વોપશ ટીકા રચ્યા છે. સ્વોપજ્ઞ ટીકા સંક્ષિપ્ત હોવાથી મેં પ્રેમીયા વૃત્તિ’ નામની નૂતન ટીકા અને તેનો ગુજરાતી ભાવાનુવાદ રચ્યા છે, જે મૂળગ્રંથ સાથે આ પુસ્તકમાં પ્રકાશિત થયા છે. આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં આ બીજો ભાગ છે. પહેલા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. તેના અવલોકનથી વિશેષ બોધ થશે. ખંભાત તીર્થાધિપતિ શ્રીસ્થંભનપાર્શ્વનાથ પ્રભુ અને મારા ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અનરાધાર કૃપાવૃષ્ટિથી આ ગ્રંથના રચના-સંકલન-સંપાદન-પ્રકાશન શક્ય બન્યા છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના. આ ગ્રંથના અભ્યાસ દ્વારા ગુરુના મહિમાને જાણીને તેમના પ્રત્યે અદ્વિતીય બહુમાન પ્રગટ કરીને ભવ્ય જીવો શીઘ્ર પરમાનંદને પામે એ જ અભ્યર્થના. આ ગ્રંથમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને તેને સુધારવા વિદ્વાનોને વિનંતિ કરું છું. જામનગર, જેઠ વદ ૧૩, વિ.સં. ૨૦૭૦, બુધવાર. પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણુ મુનિ રત્નબોધિ વિજય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 410