________________
ઉપયોગ કર્યો છે. અહીં ચૌલુક્ય રાજવંશ ઉપરાંત બધા સમકાલીન રાજવંશને પણ આવરી લીધા છે અને રાજકીયની સાથે શક્ય તમામ સાંસ્કૃતિક માહિતીનું પણ વિશ્લેષણાત્મક રીતે નિરૂપણ કર્યું છે.
મારા સ્વાધ્યાયના નિચોડરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. આ વિષયના સુજ્ઞ વાચકોને એ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું.
મારા સંશોધનકાર્યમાં હમેશાં ઉત્સાહભેર સતત અને સંગીન માર્ગદર્શન આપતા રહેવા માટે તેમજ આ પુસ્તક તૈયાર કરાવવા માટે મારા વિદ્યાગુરુ ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખને હું હૃદયપૂર્વક જેટલો આભાર માનું તેટલે ઓછા છે.
આ ઉપરાંત સંશોધન અંગે ઉપસ્થિત થતા કેટલાક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવા તેમજ આ પુસ્તકને આમુખ' લખી આપવા માટે મહામહિમપાધ્યાય પૂજ્ય કે. કા. શાસ્ત્રીજી ને પણ ઉપકાર માનું છું.
મારા સ્વાધ્યાય-સંશોધન દરમ્યાન મને પ્રેરણા પ્રોત્સાહન અને સહકાર આપવા માટે હું પ્રે શેમસ પરમાર, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, ડે. ભારતીબહેન શેલત, ડો. યતીંદ્ર દીક્ષિત અને ડે. રામજીભાઈ સાવલિયાને આ તકે આભાર માનું છું. ,
મારાં માતાતુલ્ય સાસુશ્રી શ્રીમતી લીલાબહેને વાત્સલ્યભાવે મારા આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે એ માટે હું તેમની ઋણી છું.
મારા આ કાર્યમાં મને મારા પતિ શ્રી ગગનવિહારી જાનીનાં સાથ, સહકાર અને પ્રોત્સાહન મળતાં રહ્યાં છે તેને હું મારું સદ્ભાગ્ય સમજુ છું.
પુસ્તક ઉપરના કવરની ડિઝાઈન માટે શ્રી રમણભાઈ પટેલ તેમજ આ પુસ્તક સાનુકૂળતા પ્રમાણે, ઝડપી તેમજ સરસ રીતે તૈયાર કરવા બદલ ક્રિમના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈને પણ આભાર માનું છું.' ૧૭–૩–૯૧ -
વર્ષા જાની
ઋણ સ્વીકાર ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ : આકૃતિ ૧૧ અને ૧૩ના બ્લોક પુરાતત્વ ખાતું, ગુજરાત રાજ્ય : આકૃતિ ૧૪ અને ૧૬ ના ફોટોગ્રાફ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ; આકૃતિ ૧૭ને ફોટોગ્રાફ લા. દ. સંગ્રહાલય, અમ: જયસિંહ સિદ્ધરાજની લેખયુક્ત પ્રતિમાને ફોટોગ્રાફ