Book Title: Gujaratna Chaulukya Kalin Abhilekho Author(s): Varsha Gaganvihari Jani Publisher: Lilaben K Jani View full book textPage 8
________________ ૮ મું પ્રકરણ “કાલગણના અને સમયનિદેશ મહત્વ એ રીતે ધરાવે છે કે એમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૌલુક્યકાલીન સંવત્સરે વિશે સારી માહિતી આપી છે, વળી એના ચેકસ આરંભને લક્ષ્યમાં રાખી સમયનિર્દેશ કરવામાં આવ્યા છે. આમાં “વિક્રમ” “શક વલભી' અને “સિંહ (આ ચર્ચાસ્પદ હાઈ એની ચર્ચા પ્રમાણમાં ઘણું વધુ) તથા અલ્પપ્રચલિત “સિદ્ધહેમકુમાર સંવત’ વિશે સપ્રમાણ વિવરણ સુલભ કરવામાં આવ્યું છે. ૯ મું અને છેલ્લું પ્રકરણ ‘કલા” વિશે છે. સ્થાપત્યકલામાં સમગ્ર ભારતીય ઉપખંડમાં ચૌલુક્યકાલ ઉચ્ચ કેટિએ પહોંચ્યો હતો. “કિલ્લાઓ' “જળાશ (સરવરે, વાવ, કુવા) કીર્તિસ્તંભ અને અન્ય સ્થાપત્યો, જેમાં મુખ્યત્વે ધાર્મિક સ્થાપત્ય પ્રધાનતા ભોગવી રહ્યાં છે. આમાં હિંદુધર્મનાં દેવાલ’ અને જૈનધર્મનાં દેવાલયો' વિશે ખૂણે ખાંચરેથી ઊંડી શોધ કરીને માહિતી તે તે સ્થાપત્યના કરાવનારાઓનાં નામ અને સમય આપીને સૂચક રીતે અપાઈ છે. લખવામાં લેશ પણ સંકોચ થતું નથી કે બહેને મહાનિબંધને છેલ્લામાં છેલ્લા પ્રકાશિત સંદર્ભેની સહાય લઈને આ ભારે શ્રમનું સંશોધન રજૂ કરી આપ્યું છે, જે માટે એ અને એમના માર્ગદર્શક વિદ્વાન બંને અભિનંદનને પાત્ર છે. , મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ તા. ૧૪–૩–૯૧ કેશવરામ કા. શાસ્ત્રીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362