________________
દુનિયાના સર્વ ધર્મો એક છે કરે. જો કે એ પોતપોતાના વાડાઓ બાંધ્યા છે. પણ સૌને એક જ પ્રભુ પાસે જવાનું છે.” (અબિયા, ૯૨–૯૩)
એક વાર મહંમદ સાહેબને કેઈએ પૂછ્યું: “ધર્મ શું છે?” એમણે ઉત્તર વાળ્યો: “ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવું તે.” (અહમદ) એક બીજે સ્થળે ઇસ્લામના પયગમ્બરે કહ્યું છે
જે નું મોમીન (ઈમનવાળે-ધમિક) થવા ચાહતે હેય તો તારા પાડોશીનું ભલું કર, અને જો તું મુસ્લિમ થવા ચાહતો હોય તે પિતા માટે જે સારું ગણે છે તેને જ સૌને માટે સારું લેખજે.” (તિરમિઝી) મહંમદ સાહેબની એક બીજી ઉપદેશ-કથા છેઃ
“સકળ સૃષ્ટિ પ્રભુનું કુટુંબ છે. જે આખા કુટુંબનું ભલું કરે છે તે પ્રભુને વહાલો છે.” (બેહકા)
પંથ, પથ, માર્ગ અને જાપાની તથા ચીની ભાષાઓમાં તો યા રો ને પણ મજહબના જેવો જ અર્થ છે. અંગ્રેજી શબ્દ “રિલીજ્યન” જે ધાતુ ઉપરથી નીકળે છે તેને અર્થ છે “બાંધવું”. જે વસ્તુ એકબીજાને બાંધી-સાંધી-સાંકળી રાખે છે તે જ છે ધર્મ (રિલીજ્યન).
આ રીતે ધર્મ, મજહબ કે “રિલીયન”ની મોટામાં મોટી આવશ્યકતા તથા તેનું મોટામાં મોટું કામ એ જ છે કે તે મનુષ્યમાત્રને આપસની ફૂટથી, લડાઈઝઘડાથી તથા કંટાઓથી બચાવે, તેમને કુટુંબીજનોની પેઠે પ્રેમને દોરે બાંધી રાખે, તેમનામાં મેળ રાખે તથા પરસ્પર સાથે વ્યવહાર કરવાને, રહેણીકરણીને અને જીવન ગુજારવાને તેમને એ ઢંગ, એ પંથ, એ સિદ્ધાંત તથા એ નિયમ