________________
અર્થ–પશમ રાગ વગેરે સહિત, જ્ઞાનમાં આસક્તિ રૂપી પાપવાસના તેને, તથા અન્ય મતવાળાનાં માનેલાં આ રેશદ્ર વગેરે અસદુ ધ્યાન છે તેને અંડવિજ્ઞાન કહે છે. તે અંડવિજ્ઞાનને છેડીને મુક્તિ મેળવી આપનારું ધ્યાન આદરવું જોઈએ, જેથી પિતાની ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં સફળ થવાય છે.
' હે ભવ્ય છે! આપણે ચર્મચક્ષુથી તથા જ્ઞાનચક્ષુથી આ વિશ્વમાં રહેતાં પ્રાણિમાત્રની વૃત્તિઓને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ પ્રમાણ મારફત ભિન્ન ભિન્ન પ્રકારની નિહાળીએ છીએ. કેને સુખી, કેઈને દુઃખી, કેઈને આનંદી, કેઈને દિલગીર, કોઈને હસતા, કેઈને રેતા એમ વિવિધ રીતે જોઈએ છીએ. એ જુદી ભૂત વૃત્તિને આધાર તેઓનાં ચિત્તની ધ્યાનશક્તિ અગર તે વિચારશક્તિ પરજ છે એમ પ્રત્યક્ષ જણાય છે. જગતમાં રહેલા પદાર્થોમાંના આ સારા છે, આ નઠારા છે, એમ ગણીને તે સારા નઠારાના સબેગ વિજેગથી પતે લાભ અને હાનિ માને છે. આ માન્યતા એ મનના સંકલ્પ વિકલ્પ છે, છતાં આત્મા પણ એ સારા અગર માઠE મનને લઈને તેના જેવું બને છે. આથી નિશ્ચય થાય છે કે સુખ અને મુખ્ય હેતુ બીજું કાંઈ નહિ પણ વિચાર એટલે ધ્યાન જ છે.
- વળી વિશેષમાં એ પણ સ્પષ્ટ જણાય છે કે, તમામ પ્રાણીને સુખ અગર આનંદ બહુજ પ્રિય છે, અને તે સુખની અથવા આ
ની પ્રાપ્તિને માટે જ્ઞાની, મુક્ષુ, વિષયી, પામર વગેરે સર્વ બારના અધિકારી મનુષ્ય પિતે માની લીધે આનંદ મેળવવા