Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 329
________________ પદાર્થોની તપ્તિ કદી થવાની નથી એ નક્કી સમજવું. આહાહા!! શું મહદશાને ઝપાટે છે! એ મેહદશાને લીધે આ જગન્ના તમામ વિચાર રહિત બની ગયા છે. હે ભાઈ, આ વર્તમાન કાળના તારા શરીરના પુદ્ગળે તથા તે પહેલાં જેટલાં જેટલાં શરીર તે ધારણ કર્યા, તે તમામને તે ફરી ફરી અનંતવાર જે રીતે આહાર અને નિહાર કર્યો છે તે જ પ્રમાણે સર્વ જીવ માત્રના શરીરના પુગળને પણ તે અનંત વખત ભક્ષણ કરી છોડયાં છે, જગની તમામ રિદ્ધિને માલિક પણ તું બન્ય, દાસ બને, અનંત પર્યાયરૂપી આ સંસારમાં આત્મા જુદે જુદે રૂપે પરિણમે, અને અનંત પર્યાયે પણ આત્મામાં જુદે જુદે રૂપે પરિણમ્યા, ખાવા યોગ્ય તમામ પદાર્થ ખાધા, પીવા ગ્ય સર્વ વસ્તુ પીધી, સર્વ ભેગ ભેગવ્યા, છતાં કોઈ પણ ગરજ સરી નહિ, આખર એ ને એ અતૃપ્ત રહ્યા એ અતિ આશ્ચર્યજનક છે! હવે સમજણ રાખી વિચાર કરીશ તે જણાશે કે હું કેઈને થયે નથી, તેમ મારું કઈ થયું નથી, નથી મને કેઈએ ખાધે કે નથી મેં કઈ પદાર્થને ખાધે; પુળજ પુગળનું ભક્ષણ કરે છે અને છેડે છે; આ તમામ કામ પુગળથી પ્રગમે છે, અને નિર્ગમે છે; મારે ને એને લેવા દેવા છેજ નહિ, અરે ! એ પુગળ છે અને હું તે ચેતન છું. જેમ નાટકવાળે નાના પ્રકારના વેષ ધારણ કરી જેનારને અનેક રીતે ખુશ કરે છે, કયારેક રૂએ છે, કયારેક હસે છે, છતાં પ્રેક્ષકને એ નાટકવાળાનાં ચરિત્ર દેખી પિતાપર સુખ દુઃખ અનુભવવાની જેમ જરૂર નથી તેમ આ જગતરૂપી અનાદિ અનંત નાટકમાં હું પ્રેક્ષકરૂપ છું, જગતની વિચિત્રતા જોઈ મને તેના વિચારેમાં લીન થવાની કે દુઃખી બનવાની જરા પણ જરૂર નથી. શુકલધ્યાની મહાત્મા એવા અને એથી પણ ચડતા ભાવ સ્વાભાવિક રીતે હૃદયમાં ધરાવે છે, જેથી સર્વ સંગના પરિત્યાગી બની, સિદ્ધની બરોબર સદા નિસ્પૃહ ભાવમાં તૃપ્ત રહી આત્મસ્વરૂપમાં રમણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344