Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 341
________________ ઉપસંહાર, : - આ ધ્યાનકલ્પતરુ ગ્રંથની ચાર શાખા તથા બે ઉપશાખા મળ કુલ છ શાખાઓમાં ચાર ધ્યાન તથા ઉપયુક્ત બે દયાન ( શુભ અને શુદ્ધ ) નું વર્ણન સૂત્ર પ્રમાણે કરેલું છે. આ ગ્રંથને ખરા દિલથી. ભણતાં વિચારતાં અને આચરતાં આ જગમાં પ્રવતેતી સર્વે શુભ અને અશુભ બાબતોનું જ્ઞાન સરળતાથી થશે. એવા જ્ઞાનથી લાભ એ લે કે જે હેય લાગે તે છેડવું, અને જે ઉપાદેય લાગે તે આદરવું. આ અને રદ્રધ્યાન આ ભવ તેમજ હવે પછીના ભવમાં અત્યંત દુઃખદાયક છે એવું આત્માને જણાશે કે તરતજ મોક્ષને અભિલાષી આત્મા તેને છોડવાને હમેશાં વિશેષ વિશેષ પ્રયત્ન કરી જરૂર ત્યાગશે. એ બે ધ્યાનથી નિવવાની રીત પ્રથમ શુભધ્યાન રૂપી ઉપશાખામાં બરાબર સમજાવેલી છે. એ પ્રમાણે અશુભ ધ્યાનથી નિવર્યાથીજ આ કાળમાં ફક્ત ધર્મયાન બની શકે છે. ધર્મધ્યાન આ ભવ અને પરભવમાં ઉત્તમોત્તમ સુખદાતા છે. ધર્મધ્યાનમાં આત્મા બરાબર ઉતરી જાય છે તેનાથી ઊંચી દશામાં આત્માને લાવવા સારૂ બીજી ઉપશાખામાં શુદ્ધધ્યાને બતાવેલું છે. એ શુદ્ધધ્યાન મેળવવાને ધીર વીર સપુરૂ પ્રયત્ન કરે છે જેથી અનુત્તર (સૌથી શ્રેષ્ઠ) સુખ મેળવે છે. હવે અત્યન્ત વિશુદ્ધ અને સર્વોપરિ આત્મદશા પ્રાપ્ત કરનાર ચેાથું જે શુકલધ્યાન છે તે આ કળિકાળમાં (પંચમ આરામાં) પ્રાપ્ત થવું મુશ્કેલ છે તે પણ તેનું સ્વરૂપ દરેક આત્માએ જરૂર સમજવું જોઈએ કે જેથી ભૂતકાળમાં મારા પૂર્વજ મહાત્માઓ કેવી કેવી વૃત્તિઓ ધારણ કરી પરમપદ મેળવતા હતા તેને ખ્યાલ આવે. હે પ્રભુ! મને પણ એ અવસર પ્રાપ્ત થાઓ એવી ભાવના પરમ સુખના ચાહનારા વાચક વર્ગને થાય તે તેને આત્મા અનેક લાભ મેળવશે.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344